Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રિયંકાએ ટીવી સિરિયલની રિલિઝ ડેટ જાહેર કરી

-ક્વોન્ટિકની નવી સીઝન એપ્રિલની ૨૬મીથી શરૃ થશે

-સેટ પરના ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર શૅર કર્યા

ન્યૂયોર્ક / મુંબઇ તા.૧૨

 બોલિવૂડની ઇન્ટરનેશનલ સ્ટાર ગણાતી ટોચની અભિનેત્રી પ્રિંયકા ચોપરાએ પોતાની સુપરહિટ ટીવી સિરિયલ ક્વોન્ટિકોની નવી સીઝનની રિલિઝ ડેટ જાહેર કરી હતી.

એણે ઇન્સ્ટાગ્રામ પર જાહેર કર્યું હતું કે એપ્રિલની ર૬મીથી નવી સીઝન શરૃ થશે. એણે આ સાથે પોતાના શૂટિંગના કેટલાક ફોટોગ્રાફ્સ પણ શૅર કર્યા હતા. આ સિરિયલની પહેલીજ સીઝનથી પ્રિયંકા દુનિયાભરમાં જાણીતી થઇ ગઇ હતી અને એને હોલિવૂડની ફિલ્મો મળતી થઇ ગઇ હતી. એણે હોલિવૂડની ત્રણેક ફિલ્મો કરી હતી. હાલ એ અમેરિકા અને ભારત વચ્ચે ઊડાઊડ કરે છે. એની ફિલ્મ કંપની એની માતા મધુ ચોપરા સંભાળે છે. આ ફિલ્મ કંપનીએ અત્યાર સુધીમાં પંજાબી, ભોજપુરી, સિક્કમીઝ અને મરાઠી ફિલ્મો બનાવી છે. તાજેતરમાં પ્રિયંકાએ બનાવેલી મરાઠી ફિલ્મ વેન્ટિલેટરને ત્રણ ત્રણ નેશનલ એવોર્ડ મળ્યા હતા.

ક્વોન્ટિકોમાં પ્રિયંકા એફબીઆઇની એજન્ટ એલેક્સ પેરિશનો રોલ કરી રહી છે જેના પર એવો આક્ષેપ હતો કે ન્યૂયોર્કમાં થનારા કહેવાતા આતંકવાદી હુમલાની માસ્ટર માઇન્ડ આ એજન્ટ હતી. પહેલીજ સીઝનથી પ્રિયંકાના અભિનયની પ્રશંસા થતાં એને બીજી અને હાલ ત્રીજી સીઝન માટે કરારબદ્ધ કરવામાં આવી હતી.

Post Comments