Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એકતા કપૂરે પોલીસ ફરિયાદ નોંધાવી

-અમારા કાસ્ટિંગ એજન્ટ તરીકે કોઇ લોકોને લૂંટે છે

-ઇમિડિયેટલી તપાસ કરો પ્લીઝ...

મુંબઇ તા.૧૫

ટચૂકડા પરદાની સામ્રાજ્ઞી અને ટોચની ફિલ્મ સર્જક એકતા કપૂરે મુંબઇ પોલીસમાં એક ફરિયાદ નોંધાવી હતી કે કોઇ બનાવટી આદમી અમારા કાસ્ટિંગ એજન્ટ હોવાનો દાવો કરીને લોકોને છેતરી રહ્યો છે, એની તપાસ કરાવો.

મુંબઇ પોલીસની સાઇબર બ્રાન્ચના એક પ્રવક્તાએ આવી ફરિયાદ મળી હોવાના સમાચારને સમર્થન આપ્યું હતું. પોતાનુ નામ યશપાલ કપૂર છે અને પોતે બાલાજી પ્રોડક્શન્સનો કાસ્ટિંગ એજન્ટ છે. જેને અભિનેતા અભિનેત્રી બનવું હોય તેમણે પોતાનો સંપર્ક કરવો અને અમુર રકમ ડિપોઝિટ તરીકે જમા કરાવવી એવું આ માણસ કહે હોવાની માહિતી એકતાને મળી હતી.

તરત એકતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને સોશ્યલ મિડિયા પર પણ એવી સ્પષ્ટતા કરી હતી કે અમે કોઇને કાસ્ટિંગ એજન્ટ નીમ્યો નથી અને અમારા નામે કોઇ આવું કહેતો ફોન કરે તો નંબર નોંધીને તરત પોલીસને જાણ કરવી.

દિવસે દિવસે વધુ ને વધુ ટીનેજર્સ એક્ટર બનવાની લાહ્યમાં આવા લોકોની વાતોમાં ફસાઇ જાય છે અને પૈસા તેમજ ક્યારેક વર્જિનિટી ગુમાવી બેસે છે એવું બાલાજીના એક પ્રવક્તાએે કહ્યુ ંહતું.

Post Comments