Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આખરે અમારા દ્રષ્ટિકોણને સમર્થન મળ્યું

-આરુષિ તલવાર કેસ અંગે વિશાલ ભારદ્વાજ કહે છે

-તલવાર નામે ફિલ્મ બનાવી હતી

મુંબઇ તા.૧૩

ટોચના ફિલ્મ સર્જક વિશાલ ભારદ્વાજે કહ્યું હતું કે આરુષિ ખૂન કેસમાં આખરે અમારા દ્રષ્ટિકોણને સમર્થન મળ્યું હતું. અલાહાબાદ હાઇકોર્ટે તલવાર દંપતીને નિર્દોષ જાહેર કરીને મુક્ત કર્યું હતું.

નવ વર્ષ પહેલાં બનેલા આ ચકચારભર્યા કેસ અંગે વિશાલ ભારદ્વાજ અને મેઘના ગુલઝારે તલવાર નામની ફિલ્મ બનાવી હતી. જો કે બોક્સ ઑફિસ પર એને ધાર્યો પ્રતિભાવ મળ્યો નહોતો. ઊલટું ઘણાએ આ ફિલ્મની ટીકા કરી હતી કારણ કે કોર્ટમાં કેસ ચાલુ હતો.

અલાહાબાદ હાઇકોર્ટે આ કેસમાં રજૂ થયેલા પુરાવા પૂરતા નથી એમ કહીને ડૉક્ટર રાજેશ તલવાર અને એમનાં પત્ની નુપૂર તલવારને બાઇજ્જત બરી કર્યા હતા.

આ ફિલ્મની પટકથા વિશાલે લખી હતી અને નિર્માતા પણ વિશાલ હતો.૨૦૦૮ના મેની ૧૬મીએ રાત્રે શું બન્યું હશે એની કલ્પના કરીન ેવિશાલે સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી અને મેઘના ગુલઝારે ફિલ્મનું ડાયરેક્શન સંભાળ્યું હતું. તલવાર પરિવારના વિશ્વાસુ ઘરનોકર હેમરાજનો મૃતદેહ પણ થોડા કલાકો બાદ મળી આવ્યો હતો. પોલીસે આરુષિનાં માતાપિતા ડૉક્ટર રાજેશ તલવાર અને નુપૂરને શકમંદ ગણીને એમની ધરપકડ કરી હતી.

વિશાલે ગદ્ગદ કંઠે કહ્યંુ હતું કે જસ્ટિસ ડિલેય્ડ ઇઝ નોટ જસ્ટિસ ડિનાઇડ એવો મારો અભિપ્રાય અલાહાબાદ હાઇકોર્ટના ચુકાદાએે વાજબી ઠરાવ્યો હતો. એણે ટ્વીટર પર પણ આ ચુકાદાને બિરદાવ્યો હતો

Post Comments