Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લો, ફરી પરમાણુ વિલંબમાં પડી

-એનું કારણ અનુષ્કા શર્માની 'પરી' છે

-પદ્માવતે ઘણી ફિલ્મોની રિલિઝ ડેટ બદલવાની ફરજ પાડી

મુંબઇ તા.૧૩

ટોચના ફિલ્મ સર્જક સંજય લીલા ભણસાલીની મેગાબજેટ ફિલ્મ પદ્માવત આખરે સુપર સ્ટાર અક્ષય કુમારની પેડમેન સાથે ૨૫ જાન્યુઆરીએ રજૂ થવાની છે. આ બંને મોટી ફિલ્મોએ બીજી કેટલીક ફિલ્મોના સમયપત્રકને ફેરવી નાખવાની ફરજ પાડી હતી.

દાખલા તરીકે અક્ષય કુમારને બેબી અને નામ શબાના જેવી ફિલ્મોમાં ચમકાવનારા નીરજ પાંડેની સિદ્ધાર્થ મલ્હોત્રા અને મનોજ વાજપેયીને ચમકાવતી ફિલ્મ ઐયારી અગાઉ ૨૫મી જાન્યુઆરીએ રજૂ થવાની હતી પરંતુ બે મોટી ફિલ્મો સાથે ટક્કર લેવાને બદલે નીરજ પાંડેેએ પોતાની ફિલ્મ ૯ ફેબુ્રઆરીએ રજૂ કરવાનું જાહેર કર્યું.

નવમી ફેબુ્રઆરીએ અનુષ્કા શર્માની પરી રજૂ થવાની હતી. એણે પોતાની રિલિઝ ડેટ બદલીને બીજી માર્ચ કરી નાખી. બીજી માર્ચે જ્હૉન અબ્રાહમની પોખરણના અણુ વિસ્ફોટને લગતી કથા રજૂ કરનારી ફિલ્મ પરમાણુ રજૂ થવાની હતી. હવે પરીની રિલિઝ ડેટ બદલાવાથી જ્હૉનની ફિલ્મ સાથે ટક્કર થાય એવી પરિસ્થિતિ સર્જાઇ ગઇ. હકીકતમાં પરમાણુ ગયા વરસના ડિસેંબરની આઠમીએ રજૂ થવાની હતી પરંતુ ત્યારે પદ્માવતી ફિલ્મ રિલિઝ થવાની વાત હતી એટલે જ્હૉને પોતાની ફિલ્મની રિલિઝ ડેટ બદલાવી નાખી હતી. પદ્માવતી મટીને પદ્માવત થઇ અને એ ફિલ્મ હવે ૨૫ જાન્યુઆરીએ રજૂ થવાની છે. બીજી બાજુ હવે જ્હૉન મૂંઝવણમાં છે કે એ પોતાના પોખરણ વિસ્ફોટ ક્યારે કરે ?

Post Comments