Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હવે આદિત્યને પણ એક્શન ફિલ્મો કરવી છે

-લવર બૉયના રોલ બહુ કર્યા

-છે કોઇ આદિત્યને લેનાર ?

મુંબઇ તા.૧૨

 આશિકી ટુ જેવી એક કરતાં વધુ હિટ ફિલ્મ આપનારા અભિનેતા આદિત્ય રોય કપૂરે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે હવે એને એક્શન ફિલ્મો કરવી છે.

'મેં સભાનપણે એવું નક્કી નહોતું કર્યું કે મારે ફક્ત રોમાન્ટિક હીરોની ફિલ્મો જ કરવી. એ તો યોગાનુયોગ હતો કે મારી પાસે આવેલી મોટા ભાગની સ્ક્રીપ્ટ રોમાન્ટિક હીરોની હતી. મારે તો વૈવિધ્યસભર રોલ કરવા છે. સારી એક્શન ફિલ્મો મળે તો એક્શનના રોલ પણ કરવા છે' એમ આદિત્યે કહ્યુ ંહતું. એણે ઉમેર્યું હતું કે હું પોતે એક્શન ફિલ્મો જોઇ જોઇને મોટો થયો છું એટલે મને એક્શન ફિલ્મ મળે તો વધુ ગમશે.

તમે અત્યાર સુધી એક્શન ફિલ્મો કેમ કરી નથી ? એના જવાબમાં આદિત્યે કહ્યું કે મને રસ પડે એવી એક્શન ફિલ્મોની ઑફર આવી નહીં હોય અથવા મને મળેલા રોલમાં એક્શન માટે પૂરતો સ્કોપ નહીં હોય. મેં સામે ચાલીને એવી કોઇ ફિલ્મ નકારી નથી જેમાં સરસ એકશન શોટ્સ હોય. હવે મારે પ્રયોગો કરવા છે અને એક્શન ફિલ્મોની ઑફર્સ આવે તો જરૃર એક્શન ફિલ્મો કરવી છે. એકાદી સારી એેક્શન ફિલ્મ કરીશ એટલે આપોઆપ એવા બીજા રોલ્સની ઑફર્સ સામેથી આવશે. બોલિવૂડનો એ નિયમ છે. તમારી એકાદી ફિલ્મ હિટ થાય એટલે એવા રોલની ઑફર્સ આવતી થાય છે.

Post Comments