Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મન્ટોમાં એક્ટિંગની કોઇ શૈલી મને કામમાં આવી નહીં

-ટોચનો અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી કહે છે

-ક્યારેક કોઠાસૂઝથી કામ કરવાનું હોય છે

મંુબઇ તા.૧૬

ટોચના અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યંુ હતું કે જગપ્રસિદ્ધ ઊર્દૂ લેખક-સાહિત્યકાર સઆદત હસન મન્ટોનો રોલ કરતી વખતે મને એક્ટિંગની કોઇ શૈલી કે સિસ્ટમ કામ લાગી નહોતી.

'કેટલીક વાર પાત્રને રજૂ કરવામાં નેચરલ રહેવાનું હોય છે જ્યારે કેટલીક વાર મેથોડિકલ અભિનય કરવાનો હોય છે. પરંતુ મન્ટોનો અભિનય કરવાનો આવ્યો ત્યારે મને એનએસડી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં લીધેલી કોઇ તાલીમ કામમાં આવી નહોતી' એમ નવાઝે કહ્યું હતું.

એણે કહ્યું કે મને નંદિતાએ સૂચના આપી રાખી હતી કે કયા સંજોગોમાં કઇ ઘટના બની રહી છે અને એ સમયે મન્ટોના સ્થાને તમે હો તો તમારા પ્રતિભાવ કેવા હોય એ ધ્યાનમાં રાખીને તમે પાત્રને રજૂ કરજો. મને યોગ્યલાગે ત્યાં હું સુચન કરતી રહીશ. બાકી તમારી કોઠાસૂઝ કામે લગાડજો એટલે હું એ રીતે કામ કરતો રહ્યો હતો. ડાયરેક્ટર નંદિતાને સંતોષ થાય તો મને ખ્યાલ આવી જતો કે મેં કર્યુ એ બરાબર છે. નહીંતર મારે એ સીન ફરી કરીને નવેસર પાત્રને રજૂ કરવાનું રહેતું. મન્ટો આખા બોલો અને સાચા બોલો હતો. તમે એના પાત્રને રજૂ કરતી વખતે સાચાબોલા અને પ્રમાણિક ન રહો તો એ પાત્રને રજૂ કરી શકો નહીં.

Post Comments