Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાઝીનું નવું પોસ્ટર રિલિઝ થયું

-મહત્ત્વનાં બધાં પાત્રો સમાવી લીધાં છેે

-૧૯૭૦ના દાયકાની જાસૂસી કથા છે

મુંબઇ તા.૧૭

ફિલ્મ સર્જક મેઘના ગુલઝારની આગામી ફિલ્મ રાઝીનું લેટેસ્ટ પોસ્ટર સોમવારે રિલિઝ કરાયું હતું જેમાં વાર્તાના મહત્ત્વનાં પાત્રોને સમાવી લેવામાં આવ્યાં હતાં.

૧૯૭૦ના દાયકામાં એક કશ્મીરી યુવતીને પાકિસ્તાની લશ્કરના એક અધિકારી સાથે પરણાવવામાં આવી હતી ત્યારે એ ચબરાક યુવતીએ ભારત માટે જાસૂસી શરૃ કરી દીધી હતી એવી સત્યઘટના પર આધારિત આ ફિલ્મમાં વીકી કૌશલ પાકિસ્તાની લશ્કરી અધિકારીનો અને આલિયા ભટ્ટ એની પત્નીનો રોલ કરી રહી છે. આ બંને ઉપરાંત રાઝી ફિલ્મમાં શિશિર શર્મા, રજિત કપૂર અને જયદીપ અહલાવત ચમકી રહ્યાં છે.

મેઘનાએ યુ ટયુબ ચેનલ પર પોતાની આ ફિલ્મને વર્ણવતાં મૂકેલા સંદેશામાં જણાવાયા મુજબ '૧૯૭૧માં પાકિસ્તાન સાથે યુદ્ધ અનિવાર્ય હોય એવી પરિસ્થિતિ સર્જાતાં એક કશ્મીરી યુવતીને પાકિસ્તાનમાં જાસૂસી કરવા મોકલાઇ હતી એવી સત્યઘટના પર આધારિત આ ફિલ્મ છે. એક સાવ સામાન્ય ભારતીય યુવતી અસાધારણ સંજોગોમાં મૂકાઇ જાય છે એની વાત છે...'

હરીન્દર સિક્કાની સહમત નામની નવલકથા પર આ ફિલ્મની વાર્તા આધારિત છે.

Post Comments