Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાહુબલિ ટુ માટે આસમાની રકમ ચૂકવાઇ

-દંગલને પણ આ ફિલ્મે પાછળ રાખી દીધી

-નેટફ્લીક્સે બાહુબલિ માટે વધુ રકમ ચૂકવી

મુંબઇ તા.૧૨

દેશ અને દુનિયામાં આવકના અનેરા વિક્રમો સર્જનારી ફિલ્મ બાહુબલિ ટુ ખરીદવા માટે નેટફ્લીક્સે આસમાની રકમ ચૂકવી હોવાની માહિતી મળી હતી.

આમ જુઓ તો બાહુબલિની બરાબરી આમિર ખાનની દંગલ ફિલ્મે કરી હતી અને ચીન જેવા દેશમાં તો દંગલે બાહુબલિને પણ હંફાવી હતી. પરંતુ નેટફ્લીક્સને બાહુબલિ ટુ વધુ પ્રભાવકારી લાગી હશે. આ દિશામાં મળેલા સમાચાર મુજબ નેટફ્લીક્સે બાહુબલિ ટુ માટે દંગલ કરતાં વધુ રકમ ચૂકવીને આ ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા હતા. 

જો કે બાહુબલિ એક કરતાં વધુ ભાષામાં રજૂ થઇ હતી જ્યારે દંગલ માત્ર હિન્દીમાં રજૂ થઇ હતી. બાહુબલિ તમિળ, તેલુગુ અને હિન્દી એમ ત્રણ ભાષામાં રજૂ થઇ હતી. ફક્ત ચીનમાં દંગલના સંવાદો સ્થાનિક ભાષામાં ડબ કરાયા હતા. નેટફ્લીક્સે આમિરની દંગલ ફિલ્મના રાઇટ્સ ૨૦ કરોડમાં ખરીદ્યા હતા જ્યારે બાહુબલિ ટુ માટે એણે ૨૫.૫૦  કરોડ ચૂકવ્યા હોવાની માહિતી મળી હતી. આમ દંગલ કરતાં બાહુબલિ ટુ માટે નેટફ્લીક્સે વધુ પૈસા ચૂકવ્યા હતા. જો કે તેથી આમિર ખાનનું રુંવાડુંય ફરક્યું નથી એવું જાણવા મળ્યું હતું.

Post Comments