Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આલિયા ભટ્ટને પિતા મહેશ ભટ્ટે કારકિર્દી પર વધુ ધ્યાન આપવાની સલાહ આપી

- પિતાની કહ્યાગરી પુત્રી તેથી જ હાલ રણબીર સાથના સંબંધનીે ચર્ચામાં ઓછી રહે છે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.૧૩ જુલાઈ 2018, ગુરુવાર

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પોતાના સંબંધોને છુપાવવા કરતાં જાહેરમાં સાથ ેદેખાતા હતા. તાજેતરમાં આલિયા, રણબીર અને પિતા મહેશ ભટ્ટ એક તસવીરમાં સાથે દેખાયા હતા. ત્યારથી કહેવાય છે કે, પિતાએ પુત્રીને રણબીર સાથેના સંબંધની ચર્ચામાં રહેવા કરતાં કારકિર્દી અને કામ પર વધુ ધ્યાન આપવાની સલાહ આપી છે. પરિણામે આલિયા હવે આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઇ ગઇ છે.

'' ફિલ્મ 'રાઝીની સફળતા પછી બોલીવૂડની નવી ઊંચ્ચાઇને સ્પર્શનારી આલિયા ભટ્ટને પિતા મહેશ ભટ્ટે સમજાવ્યું હતું કે, આવો સમય જીવનમાં વારંવાર આવતો હોતો નથી. તેથી તેણે હાલ પોતાના કામ પર વધુ ધ્યાન આપવું જોઇએ. ફિલ્મની સફળતાની વચ્ચે આલિયાની ચર્ચા અચાનક જ રણબીર કપૂરના સંબંધો સાથે થઇ રહી છે. આલિયાએ પિતાની સલાહને ગંભીરતાથી લીધી છે અને તેથી જ તે રણબીરની માતા નીતુ સિંહની બર્થ ડે પાર્ટી અને ફિલ્મ 'સંજુની સક્કેસ પાર્ટીથી દૂર રહી હતી,હવે તે ફિલ્મ 'બ્રહ્માસ્ત્રની શૂટિંગમાં ધ્યાન પરોવી રહી છે, તેમ સૂત્રે જણાવ્યું હતું.

મહેશ ભટ્ટે વધુમા ંએમ પણ કહ્યું હતું કે, આલિયાઅને રણબીરના સંબંધ માટે તેના પિતા રાજી છે તેવું અનુમાન લગાડવાની મીડિયાને છૂટ છે. કહેવાય છે કે એક મોડી રાતના રણબીરઆલિયાને ત્યાં ગયો હતો ત્યારે પિતા મહેશ ભટ્ટે તેમની સાથે વાતચીત કરી હતી. આ ત્રણેય જણા બાલકનીમાં જ વાતચીત કરતા સાથે જોવા મળ્યા હતા. જે તસવીર સોશયલ મીડિયા પર ફરી પણ રહી હતી.

Post Comments