Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લીલી ફ્યૂચરિસ્ટીક ટેબ્લેાઇડના રિપોર્ટરનો રોલ કરશે

-ફેરનહાઇટ ૪૫૧ પરથી ફિલ્મ બનવાની છે

-લીલી યુ ટયુબથી જગવિખ્યાત બની છે

લોસ એંજલ્સ તા.૧૭

મૂળ ભારતીય કૂળની કેનેડિયન ઓનલાઇન અભિનેત્રી લીલી સિંઘ હવે એક ફિલ્મમાં ફ્યૂચરિસ્ટીક ટેબ્લોઇડની રિપોર્ટરનો રોલ કરશે એવા અહેવાલ પ્રગટ થયા હતા. 

યુ ટયુબ પર સુપરવૂમન તરીકે વધુ જાણીતી લીલીની આ પહેલી મોટી ફિલ્મ હશે. એણે કહ્યું કે હું ઓનલાઇન અભિનેત્રી છું જ્યાં કાસ્ટિંગ ડાયરેક્ટર જેવું કોઇ હોતું નથી. કોઇ પણ વ્યક્તિ ઇન્ટરનેટ પર પોતાની અભિનય પ્રતિભા રજૂ કરતી વિડિયો ક્લીપ મૂકી શકે છે. હવે મને હોલિવૂડની ફિલ્મ માટે પસંદ કરવામાં આવી છે એ મારા માટે બહુ મોટી વાત છે.

જો કે આ હોલિવૂડની એની પહેલી ફિલ્મ નથી. એ અગાઉ ડૉક્ટર કેબી અને બેડ મોમ્સ જેવી ફિલ્મોમાં ચમકી ચૂકી છે. એટલે એને કેમેરા સામે અભિનય કરવાની પણ ફાવટ છે. ફેરનહિટ ૪૫૧ હિટ નીવડેલી નવલકથા છે. હવે એનું ફિલ્મી રૃપાંતર થવાનું છે એમ હોલિવૂડ રિપોર્ટરે જણાવ્યું હતું.

Post Comments