Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાળકોના જાતીય શોષણને અટકાવો પ્લીઝ...

-ટોચના અભિનેતા એશ્ટન કુચરે કરેલી અપીલ

-અમેરિકી સેનેટમાં પોતાના વિચાર રજૂ કર્યા

વૉશિંગ્ટન તા.૧૭

હોલિવૂડના ટોચના અભિનેતા એશ્ટન કુચરે અમેરિકી સેનેટમાં બોલતાં એવી અપીલ કરી હતી કે બાળકોના જાતીય શોષણને અટકાવવાની ખાસ જરૃર છે.

ગેરકાયદે હેરફેરનો ભોગ બનેલા બાળકોને શોધી કાઢતા સોફ્ટવેરને વિકસાવવા મથી રહેલી સંસ્થા થોર્નના ચેરમેન તરીકે સેનેટની ફોરેન રિલેશન કમિટિમાં બોલતાં ૩૯ વર્ષના કુચરે કહ્યું કે સમાજ અને સરકાર આ અનિષ્ટ સામે પગલાં લે એવો સમય પાકી ગયો છે.

સીએનએનના એક રિપોર્ટ મુજબ તેણે કહ્યું કે આ અનિષ્ટનો હવે અંત આવવો જોઇએ. જાતીય શોષણને અટકાવવાની અને એવા શોષણનો શિકાર બની રહેલાં બાળકોને પિછાણવાની ટેક્નોલોજી ઝડપભેર વિકસે એ આજની તાતી જરૃરિયાત છે. 'બાળકોને બળજબરીથી ઉપાડી જવાય છે, એમની પાસે કાયાના સોદા કરાવાય છે, એમના પર બળાત્કાર અને શારીરિક અત્યાચારો થાય છે. હવે આ બધું અટકે એ જરૃરી છે' એમ કુચરે વધુમાં કહ્યુ ંહતું. તેણે કહ્યું કે શોષણની પદ્ધતિઓ ખોળી કાઢીને એને અટકાવવાના પગલાં લેવાવાં જોઇએ.

Post Comments