કેતન મહેતાએ કંગનાને કાનૂની નોટિસ મોકલી
-મારી સાથે ઝાંસી કી રાની ફિલ્મના કરેલા કરારનો ભંગ કર્યો છે
-મણીકર્ણિકા ફિલ્મ છોડીને પહેલાં મારા કરારનું પાલન કર
મુંબઇ તા.૧૯
હંસલ મહેતાની સિમરન ફિલ્મના સ્ક્રીપ્ટ રાઇટર અપૂર્વ અસરાની સાથેના મતભેદો તાજા છે ત્યાં કંગના વધુ એક વિવાદના કેન્દ્રમાં આવી ગઇ હોવાની માહિતી મળી હતી. ટોચના ફિલ્મ સર્જક કેતન મહેતાએ કંગનાને કાયદેસરરની નોટિસ મોકલી હોવાના સમાચાર મળ્યા હતા.
કંગનાએ કેતન સાથે ઝાંસી કી રાની લક્ષ્મીબાઇ ફિલ્મ કરવાના કરાર કર્યા હતા. પરંતુ એણે આ ફિલ્મ કરવાને બદલે સાઉથના એક ફિલ્મ સર્જક સાથે આ જ વિષયની અને કથા ધરાવતી ફિલ્મ મણીકર્ણિકા કરવાનું પસંદ કર્યું હતું. આમ કરવાથી કેતન મહેતા સાથેના કરારનો ખુલ્લેઆમ ભંગ થતો હતો.
કેતન મહેતાના પ્રવક્તાએ કહ્યું હતું કે કેતન છેલ્લાં દસ વર્ષથી આ વિષયનું સંશોધન કરી રહ્યા હતા. ત્યારબાદ આ ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી. કેતને કહ્યું કે આ પ્રોજેક્ટ મારો હતો. મેં રાની ઑફ ઝાંસીઃ ધ વૉરિયર ક્વીનની સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી. હવે કંગના અને ફિલ્મ સર્જક કમલ જૈને મારા પ્રોજેક્ટની ઊઠાંતરી કરી છે. મેં મારા સંશોધન અને સ્ક્રીપ્ટના ઘણા હિસ્સાની ચર્ચા કંગના સાથે કરી હતી . આવું કેટલુંક સાહિત્ય એની પાસે છે. એ બધાંનો ઉપયોગ હવે કંગના મણીકર્ણિકા ફિલ્મમાં કરવા ધારે છે. એટલે મેં એને મણીકર્ણિકાનું કામ તત્કાળ અટકાવી દેવા માટે કાયદેસરની નોટિસ મોકલી છે.
Post Comments
IPL-૧૧માં દિલ્હીના ફ્લોપ શો બાદ કેપ્ટન તરીકે ગંભીરનું રાજીનામું
ઇમરાન ખાનના ત્રીજા લગ્ન પણ 'હિટ વિકેટ' થવાની તૈયારી
યોકોવિચ પહેલી જ મેચમાં હાર્યો : નડાલનો વિજયી પ્રારંભ
આજે પંજાબ સામેની ટી-૨૦માં હૈદરાબાદને હારનો બદલો લેવાની તક
આઇપીએલના બીજા તબક્કામાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે
હરમીત દેસાઈ ટેબલ ટેનિસની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા સ્વિડન રવાના
ટીમના માળખામાં છેડછાડ વિના ખેલાડીઓની ફેરબદલ જોવા મળશે
ટચૂકડા પડદાની અભિનેત્રી અમિતા ઉદ્રાતાનું નિધન
નાના પડદાના એક રિયાલિટી શોમાં માધુરી દીક્ષિત ફરી નિર્ણાયક બનશે
કંગના રનૌત પ્રથમ વખત કાન્સ ફેસ્ટિવલમાં રેડકાર્પેટ પર ચાલશે
દીપિકા અને ઇરફાન ખાન જે ફિલ્મ સાથે કરવાના હતા તે આજ હોવાનો આડકતરો ઇશારો
કેનેડામાં રાહદારીઓ પર વાહન ચઢાવી હત્યા કરનાર યુવક પર ખુનનો આરોપ
Trailer: 'વીરે દી વેડિંગ'માં જોવા મળ્યો Female Bondingનો નજારો
રિતિક બાળકલાકારોને પ્રોત્સાહિત કરે છે
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News