Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સલમાનનો ફરી સાથ લીધા પછી કેટરિના પાસે ભરપુર કામ

- તેથી જ અભિનેત્રીએ શાહિદ કપૂર સાથેની ફિલ્મ ઠુકરાવી

મુંબઈ, તા. 14 નવેમ્બર, 2017, મંગળવાર

કેટરિના કૈફ પાસે કામની કમી રહી નથી. રણબીર કપૂર સાથેના બ્રેકઅપ બાદ અભિનેત્રી નવરીધૂપ થઇ ગઇ હતી. તેણે રણબીર સાથેના ગાઢ સંબંધો  ટાણે પોતાની કારકિર્દી પ્રત્યે ધ્યાન આપ્યું નહોતું. તેવામાં તેમના સંબંધોનો અંત આવી ગયો અને કેટરિના ડિપ્રેશનમાં સરી પડી હતી. જોકે સલમાન ખાનનો તેણે ફરી હાથ ઝાલ્યો હતો અને ફરી તેની પાસે એક પછી એક ફિલ્મો હાથમાં છે.

કેટરિના કૈફે શાહિદ કપૂર સાથેની ફિલ્મ સમયના અભાવે કરવાનો ઇનકાર કર્યો છે. તેના સ્થાને હવે શ્રદ્ધા કપૂરનું નામ સુચવાઇ રહ્યું છે. જો આમ થશે તો શાહિદ અને શ્રદ્ધાની આ બીજી ફિલ્મ હશે. આ જોડી ૨૦૧૪ની હૈદર ફિલ્મમાં સાથે દેખાયા હતા.

સલમાન ખાન સાથેની ટાઇગર ઝિન્દાએ પછી કેટરિના હૃતિક રોશન સાથે આનંદ કુમારની બાયોપિક પર કામ શરૃ કરવાની છે. તેથી તેણે શાહિદ સાથેની ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો છે. રણબીર સાથેના બ્રેકઅપ બાદ કેટરિનાને બોલીૂવડના માંધાતાઓ કામ આપતા કતરાતા હતા. પરંતુ ચતુર અભિનેત્રીએ ફરી સલમાનનો હાથ ઝાલ્યો હતો. પરિણામે આજે ફરી તે કારકિર્દીમાં સ્થિર થઇ ગઇ છે અને ફિલ્મો નકારવાના મુકામે પહોંચી ગઇ છે.

Keywords Katrina,has,a,lot,of,work,to,do,

Post Comments