Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કરીના કપૂર ફરી કરણ જોહરની ફિલ્મ કરશે

-છેલ્લી ફિલ્મ ૧૭ વર્ષ પહેલાં કરી હતી

-બંને વચ્ચે સગ્ગાં ભાઇ-બહેન જેવી આત્મીયતા છે

મુંબઇ તા.૧૨

 ટોચની અભિનેત્રી કરીના કપૂર સત્તર વર્ષના ગાળા બાદ ફરી એકવાર ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની ફિલ્મ કરશે એવી માહિતી મલી હતી.

છેલ્લે કરીનાએ ૨૦૦૧માં કરણની કભી ખુશી કભી ગમ ફિલ્મ કરી હતી જેમાં એ રિતિક રોશનની હીરોઇન હતી.આ ફિલ્મ મેગાબજેટ અને મલ્ટિસ્ટાર હતી. એમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શાહરુખ ખાન, કાજોલ, ફરીદા જલાલ અને રિતિક રોશન સાથે કરીના ચમકી હતી. ફિલ્મ હિટ નીવડી હતી.

કરીના અને કરિશ્મા બંને બહેનો છે. તેમને ભાઇ નથી. એટલે કરણ જોહર સાથે કરીનાને ભાઇ-બહેન જેવો સંબંધ છે. પરંતુ એક યા બીજા કારણે બંને કભી ખુશી કભી ગમ પછી સાથે કામ કરી શક્યાં નહેાતાં. કરણે  કલ હો ના હો ફિલ્મ કરી ત્યારે કરીનાને ઑફર કરી હતી. જો કે કરીનાએ પોતાની માર્કેટ પ્રાઇઝ કહેતાં કરણને ખરાબ લાગ્યું હતું અને એણે પ્રીતિ ઝિન્ટાને સાઇન કરીને ફિલ્મ બનાવી હતી. એ ફિલ્મ પણ હિટ નીવડી હતી. થોેડો સમય બંને વચ્ચે અબોલા રહ્યા હતા.

ત્યારબાદ એવી વાતો વહેતી થઇ હતી કે કરીના રિતિક રોશન સાથે કરણની શુદ્ધિ ફિલ્મ કરશે. પરંતુ એ પણ શક્ય ન બન્યું. હવે એવી માહિતી મળી હતી કે કરણ એક ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યો છે જેમાં મોટે ભાગે અક્ષય કુમાર હીરો હશે અને એમાં હીરોઇન તરીકે કરીના કપૂર ચમકશે. કરીનાને આ સ્ક્રીપ્ટ ગમી હોવાનું કહેવાય છે અને એણે કરણને આ ફિલ્મ કરવાની હા પાડી હતી.

ટૂંક સમયમાં કરણ જોહર આ ફિલ્મની ઔપચારિક જાહેરાત કરશે.

Post Comments