Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રોલર્સને કરણ જોહરે રોકડો જવાબ આપ્યો

-મારી ફિલ્મ છે, હું ગમે તેનો ફોટો શૅર કરું

-ટ્રોલર્સે પરિણિતીના ફોટા વિશે સવાલ કરેલો

મુંબઇ તા.૧૩

 ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરે પોતાની બેટલ ઑફ સારગઢીની કથા પર આધારિત ફિલ્મ કેસરી માટે પરિણિતી ચોપરાને સાઇન કરી છે પરંતુ સોશ્યલ મિડિયા પર પરિણિતીનો ફોટોગ્રાફ નહીં જોઇને કેટલાક લોકોએ એની આકરી ટીકા કરી હતી. કરણે એ બધા ટ્રોલર્સને રોકડો જવાબ આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

'તમે એવી જાહેરાત કરી હતી કે તમે કેસરી માટે પરિણિતીને હીરોઇન તરીકે પસંદ કરી છે પરંતુ સોશ્યલ મિડિયા પર તમે અક્ષય કુમારનો ફોટો શૅંર કર્યો. એવું કેમ ? પરિણિતીનો ફોટોગ્રાફ કેમ શૅર ન કર્યો' એવી ટીકા પરિણિતીના કેટલાક ચાહકોએ કરી હતી.

છેલ્લાં ત્રણ ચાર વર્ષથી પરિણિતીને એક હિટ ફિલ્મની તાતી જરૃર હતી. ગઇ દિવાળી પર રજૂ થયેલી અજય દેવગણની ગોલમાલ અગેઇન સુપરહિટ નીવડતાં સ્વાભાવિક રીતેજ પરિણિતીની કારકિર્દીને થોડો પૂશ મળ્યો હતો. એટલે એના ચાહકોની એવી અપેક્ષા હતી કે કરણે પરિણિતીનો ફોટોગ્રાફ સોશ્યલ મિડિયા પર મૂકવો જોઇએ.

કરણે પહેલાં તો એવી ટ્વીટ મૂકવાનો વિચાર કર્યો હતો કે મારી ફિલ્મ છે.કોનો ફોટો મૂકવો એ મને નક્કી કરવા દો.પરંતુ એમ કરવા જતાં પરિણિતીના ચાહકો છંછેડાઇ જવાની પૂરી શક્યતા હતી એટલે એણે બાજી ફેરવી નાખતાં કહ્યું હતું કે હા, તમે અક્ષયનો જે ફોટો જોયો એ જુદી ફિલ્મનો હતો. મારો હેતુ તો એ જણાવવાનો હતોે કે મેં કેસરી માટે પરિણિતીને  સાઇન કરી હતી. તમે સાચા છો...

આપોઆપ વાત ત્યાં પૂરી થઇ ગઇ. પરંતુ કરણને ખાતરી થઇ ગઇ કે હવે સોશ્યલ મિડિયા પર તરત પ્રતિભાવ આવે છે અને એ પ્રતિભાવ ક્યારેક તમારી અપેક્ષા કરતાં જુદા હોઇ શકે છે.

Post Comments