Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કરણે મારી પુત્રીને લોંચ કરવાની જરૃર નથી

-સૈફ અલી ખાને કરેલી સ્પષ્ટતા

-એને આલિયાના માર્ગે મોકલવી નથી

મુંબઇ તા.૧૭

છોટે નવાબ તરીકે ઓળખાતા અભિનેતા અને ફિલ્મ સર્જક સૈફ અલી ખાને કહ્યું હતું કે મારી પુત્રી સારા ખાનને કરણ જોહરે લોંચ કરવાની જરૃર નથી.

થોડા સમય પહેલાં કરણ જોહરે એવો અણસાર કર્યો હતો કે એ સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની પુત્રી સારા અલી ખાનને લોંચ કરશે. પરંતુ સૈફે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે મારે મારી પુત્રીને આલિયા ભટ્ટના માર્ગે મોકલવી નથી.

આલિયા ભટ્ટને કરણ જોહરે ૨૦૧૨માં પોતે ડાયરેક્ટ કરેલી ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધી યરમાં લોંચ કરી હતી. ત્યાં સુધી વાત બરાબર હતી પરંતુ ત્યારબાદ પણ એ સતત અન્ય ફિલ્મ સર્જકોને આલિયાની ભલામણ કરતો રહ્યો અને પોતે હજુ પણ આલિયાનો ગૉડફાધર હોય એવું દાખવતો રહ્યો. આમ છાપ એવી પડવા માંડી જાણે આલિયા કરણ પર આધાર રાખતી હોય. સેૈફની ઇચ્છા એવી છે કે સારા પોતાની પ્રતિભાના જોરે આગળ વધે. કારકિર્દીના દરેક તબક્કે કોઇ ગૉડફાધર એનો હાથ ઝાલીને એને આગળ વધારે એવી એની ઇચ્છા નથી. એને લઇને એવી છાપ પડી જાય કે ગૉડફાધર ન હોય તો સંબંધિત કલાકાર પાંગળો થઇ જાય.

જો કે સૈફની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું કે કરણ જોહર સાથે સારા એકાદ ફિલ્મ કરે એમાં કશું ખોટું નથી એવું કરીનાએ સેૈફને ઠસાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સૈફ હજુ એ માટે માનસિક રીતે તૈયાર હોય એવું લાગતું નહોતું.

Post Comments