Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કંગનાની બાળકો માટેની ફિલ્મ લંબાઇ ગઇ

-પોતે ડાયરેક્ટ કરશે એમ એણે જાહેર કરેલું

સિમરન ફેલ થતા સમીકરણો બદલાઇ ગયાં

મુંબઇ તા.૧૩

 ટોચની અભિનેત્રી કંગના રનૌતે પોતે જે ફિલ્મ ડાયરેક્ટ કરવાની જાહેરાત કરેલી એ ફિલ્મ વિલંબાઇ ગઇ હોવાની માહિતી મળી હતી.

આ ફિલ્મની સ્ક્રીપ્ટ કંગનાએ પોતે લખી છે. તેજુ નામની આ ફિલ્મનું શૂટિંગ ડિસેંબરમાં હિમાચલ પ્રદેશમાં શરૃ થવાનું હતું. પરંતુ હાલ કંગના જે ફિલ્મ કરી રહી છે એ મણીકર્ણિકા હજુ પૂરી થઇ નથી અને થોડી વિલંબમાં પડી છે એટલે તેજુનું શૂટિંગ પણ મોડું થશે એવી માહિતી મળી હતી.

જો કે સમર્થનવિહોણા અન્ય એક અહેવાલ મુજબ કંગનાની હંસલ મહેતાએ બનાવેલી સિમરન ફિલ્મ બોક્સ ઑફિસ પર પીટાઇ જતાં હાલ તેજુ શરૃ કરવાનો નિર્ણય મોકૂફ રખાયો હતો. જો કે ફિલ્મના સહનિર્માતા શૈલેશ સિંઘે આ અહેવાલને નકારતાં કહ્યું કે હકીકત એ છે કે હાલ કંગના મણીકર્ણિકા પૂરી કરવામાં બીઝી છે. એ ૨૦૧૮ના જાન્યુઆરી પહેલાં ફ્રી થાય એમ નથી એટલે અમે ડિસેંબરમાં તેજુ ફિલ્મ ફ્લોર પર લઇ જવાની સ્થિતિમાં નથી. એને સિમરન ફ્લોપ થવા સાથે કોઇ સંબંધ નથી. શૈલેશ સિંઘ સિમરનના પણ સહનિર્માતા હતા.

તેમણે એમ પણ કહ્યું હતું કે તેજુ ફિલ્મ એક ફેન્ટસી કમ સાહસકથા છે જેમાં કંગના તો ૮૦ વર્ષના દાદીમાનો રોલ કરવાની છે. એમાં જોરદાર વીએફએક્સ (સ્પેશિયલ ઇફેક્ટ્સ)ની પણ જરૃર પડશે. એટલે અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ.

Post Comments