Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કાજોલનંુ સ્થાન મારા જીવનમાં અનોખું છે

-એ બેસ્ટ ફ્રેન્ડ છે અને સદા રહેશે

-રેડિયો જોકી તરીકે કરણની કારકિર્દી શરૃ થાય છે

મુંબઇ તા.૧૫

 ફિલ્મો અને ટેલિવિઝન પર પોતાની સર્જકતા પુરવાર કરી ચૂકેલા ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરે કહ્યું હતું કે અભિનેત્રી કાજોલનું સ્થાન મારા જીવનમાં અનોખું છે. એ મારી બેસ્ટ ફ્રેન્ડ હતી, છે અને સદા રહેશે.

એક ખાનગી રેડિયો સ્ટેશન પર રેડિયો જોકી તરીકેની કારકિર્દી શરૃ કરતાં કરણ બોલી રહ્યો હતો. આ રેડિયો પર કરણ લવ ગુરુ તરીકે રેડિયો જોકીની સેવા આપશે. એને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે તાજેતરના ભૂતકાળમાં તમારા સંબંધો કાજોલ સાથે બગડયા હતા. તમે એને ફરી તમારી ફિલ્મોમાં અને જીવનમાં દોસ્ત તરીકે સ્થાન આપશો કે ? ત્યારે કરણે આ પ્રમાણે જવાબ આપ્યો હતો અન ેકહ્યું હતું કે મારા જીવનમાં કાજોલનું સ્થાન વિશિષ્ટ છે. એ મારી બેસ્ટ ફ્રેન્ડ હતી, છે અને સદા રહેશે.

સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતીના વિવાદ વિશે પૂછતાં કરણે કંઇ કહેવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે અહીં મારો રેડિયો શો લવ અને ફ્રેન્ડશીપ વિશે છે. એ સિવાયના સવાલનો જવાબ હું અહીં આપવા માગતો નથી. આ એક એવો વિષય છે જેના પર ગંભીરતાથી વિચાર કરવાની જરૃર છે.

અગાઉ કરણ ડઝનબંધ હિટ ફિલ્મો અને કૉફી વીથ કરણ જેવો હિટ ટીવી ચેટ શો આપી ચૂક્યો છે. હવે એણે રેડિયો જોકી બનવાની તૈયારી દાખવી એ દેખાડે છે કે એ કોઇ પણ નવું સાહસ કરવા સદા તૈયાર હોય છે.

Post Comments