Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મધરના સેટ પર જેનિફર લોરેન્સની પાંસળી ભાંગી હતી

-ટ્રેલરને જોરદાર આવકાર સાંપડયો હતો

-ભલભલાને ધૂ્રજાવી દે એવી હોરર ફિલ્મ છે

લોસ એંજલ્સ તા.૧૨

 ઓસ્કાર વિજેતા અભિનેત્રી જેનિફર લોરેન્સને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી હોરર ફિલ્મ મધરના ટ્રેલરને જબરદસ્ત આવકાર સાંપડયો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

જો કે ફિલ્મ નિર્માણ દરમિયાન જેનિફરને સેટ પર અકસ્માત નડતાં એની પાંસળી ભાંગી હોવાના અહેવાલોથી એના ચાહકો અપસેટ થયા હતા એમ હોલિવૂડ રિપોર્ટરે એક અહેવાલમાં જણાવ્યું હતું. હજ્જારો ફેને સોશ્યલ મિડિયા પર જેનિફરની સારવારની વિગતો માગી હતી અને શુભેચ્છા સંદેશા મોકલ્યા હતા.

ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ ડેરેન એરોનોફ્સ્કી નિર્દેશિત આ ફિલ્મના એક શોટ દરમિયાન જેનિફરનાં નસકોરાંમાં એાક્સિજન ટયુબ્સ હતી અને શોટ લેતી વખતે એ વાતનો ખ્યાલ ન રહેતાં હાઇપરવેન્ટિલેશન તરીકે ઓળખાતી તકલીફનો ભોગ જેનિફર બની ગઇ હતી અને એના શરીર પર જબ્બર પ્રેસર આવતાં એની એક પાંસળી ભાંગી હતી. જો કે એણે આ ઇજા છતાં શૂટિંગ અટકાવ્યું નહોતું.

Post Comments