જેરેડ લીટો હવે ડાયરેક્ટર બનશે
-પેરેમાઉન્ટ સ્ટુડિયોએ ક્રાઇમ થ્રીલર માટે સાઇન કર્યો
-અગાઉ અભિનય ક્ષેત્રે ઘણી સિદ્ધિ મેળવી હતી
લોસ એંજલ્સ તા.૧૭
હોલિવૂડનો ટોચનો અભિનેતા જેેરેડ લીટો હવે કેમેરાની પાછળ બેસીને ડાયરેક્શન કરે એવી શક્યતા વધી ગઇ હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
પ્રસિદ્ધ બેનર પેરેમાઉન્ટ સ્ટુડિયોએ એને પોતાની ક્રાઇમ થ્રીલર '૭૭' માટે સાઇન કર્યો હોવાનંુ હોલિવૂડ રિપોર્ટરના એક અહેવાલમાં જણાવાયું હતું. અગાઉ લીટોએ અમેરિકન સાયકો, ફ્લાઇટ ક્લબ અને ડલ્લાસ બાયર્સ ક્લબ જેવી ફિલ્મોમાં ઉમદા અભિનય કર્યો હતો. એને અભિનય માટે ઓસ્કારનો બેસ્ટ સપોર્ટિંગ એક્ટર એવોર્ડ પણ મળ્યો હતો.
હવે પેરેમાઉન્ટે એની ડાયરેક્ટર તરીકેની પ્રતિભાને બિરદાવતાં ૭૭ના સુકાનીની જવાબદારી એેને સોંપી હતી. ૨૦૧૨માં લીટોએ આર્ટિફેક્ટ નામની ડોક્યુમેન્ટરી અને ડઝનબંધ મ્યુઝિક વિડિયોનું ડાયરેક્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ડોક્યુમેન્ટરી અને વિડિયો ક્લીપ માટે એને દુનિયાભરમાંથી નાનામોટા એવોર્ડ મળ્યા હતા.
૭૭માં એક શ્રીમંત પરિવારની વારસ યુવતીના અપહરણ કરનારને અને પોતાના સાથીદારની હત્યા કરનારને બે પોલીસ ઑફિસર શોધી રહ્યા છે એવી સ્ટોરી છે જે ૧૯૭૪ના લોસ એંજલ્સના બેકગ્રાઉન્ડમાં તૈયાર થશે.
Post Comments
૨૦૧૯ના વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર ભારત છ સ્થળોએ નવ લીગ મેચ રમશે
ચેમ્પિયન્સ ટ્રોફી 'આઉટ' : ૨૦૨૧માં ભારતમાં ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ રમાશે
કોહલીને ખેલ રત્ન અને દ્રવિડને દ્રોણાચાર્ય એવોર્ડ માટે નોમિનેશન
કોહલી એક તબક્કે તો ભૂલી ગયો હતો કે ધોની હરિફ ટીમને જીતાડે છે
નડાલની ડ્રીમ રન જારી : બાર્સેલોના ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યો
એશિયન બેડમિંટન ચેમ્પિયનશીપમાં સાયના અને સિંધુ ક્વાર્ટર ફાઈનલમાં
ચેન્નાઈ સામે હવે કોઈ પણ સ્કોરને સલામત માની શકાય નહી
નીતુ સિંઘ કપૂરનું ટૂંકમાં નાને પરદે આગમન થશે
પ્રભાસ અને પૂજા હેગડે પીરિયડ રોમાન્સ ફિલ્મમાં સંગાથે
કરણ જોહરની આગામી ફિલ્મનાં એક સેટ માટે ૧૫ કરોડ ખર્ચાયો
છેવટે સોનમ કપૂરના લગ્નની તારીખની ધારણાઓનો અંત
બાઝાર ફિલ્મમાં ચિત્રાંગદા સિંઘનો ડાન્સ હશે
મારી કારકિર્દીનો આ સૌથી મુશ્કેલ રોલ છે
વરસે એકાદ બે ફિલ્મો હું કરતી રહીશ
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News