Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇરફાને ટ્વીટર પર કારવાં પ્રમોટ કરી

-કેન્સરની સારવાર હેઠળ વિદેશમાં છે

-કારવાં રજૂ થવાની તૈયારીમાં છે

લંડન / મુંબઇ તા.૧૭

ન્યૂરો એન્ડોક્રાઇન ટયુમરની (મગજમાં કેન્સરની ગાંઠ)ની સારવાર માટે વિદેશ ગયેલા ટોચના અભિનેતા ઇરફાન ખાને સારવારના બિછાનેથી પણ પોતાની રજૂઆતને આરે ઊભેલી ફિલ્મ કારવાંને પોતાની રીતે પ્રમોટ કરી હતી.

બોલિવૂડ અને હોલિવૂડ બંનેની ઉત્તમોત્તમ ફિલ્મોમાં અભિનય કરનારો ઇરફાન ખાન આ વર્ષના ફેબુ્રઆરીમાં વિશાલ ભારદ્વાજની સપના દીદી ફિલ્મ શરૃ કરવાનો હતો ત્યારે અચાનક એક દિવસ એની તબિયત બગડી હોવાના સમાચાર આવ્યા હતા. વિશાલ એના વિના સપના દીદી બનાવવા માગતો નહોતો એટલે એણે આ ફિલ્મ તરત અટકાવી દીધી હતી. દરમિયાન, ઇરફાને ટ્વીટર પર જાહેર કરી દીધું હતું કે એ કોઇ ગંભીર રોગનો શિકાર બન્યો છે અને એની સારવાર તરત લેવી પડે એમ છે.

માર્ચમાં એ ઇંગ્લેંડ જવા રવાના થયો હતો જ્યાં હાલ એની સારવાર ચાલુ છે. પોતાના બિછાનેથી એણે કારવાંના સર્જક રોની સ્ક્રૂવાલાને અને ફિલ્મની સ્ટારકાસ્ટને પોતાના તરફથી બેસ્ટ ઑફ લક પાઠવ્યા હતા અને ફતેહ કરો એવી શુભેચ્છા પણ પાઠવી હતી. એના આ સંદેશાએ ફિલ્મ સાથે સંકળાયેલા સૌને ગદ્ગદ કરી દીધા હતા.

ઇરફાન વિદેશ જવા રવાના થયો ત્યારબાદ એની બ્લેકમેલ ફિલ્મ પણ રજૂ થઇ હતી જે ઠીક ઠીક સફળતાને વરી હતી.

Post Comments