Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નારીને ચીજવસ્તુ તરીકે રજૂ કરે એવી ફિલ્મ નહીં કરું

-નારીનું ગૌરવ જળવાઇ રહે તો આઇટમ સોંગનો વાંધો નથી

-પાકિસ્તાની અભિનેતા ગાયક અલી ઝફર કહે છે

મુંબઇ તા.૧૨

 પાકિસ્તાની ગાયક અભિનેતા અલી ઝફરે કહ્યું હતું કે નારીને ચીજવસ્તુ તરીકે રજૂ કરતી ફિલ્મ હું નહીં કરું. સ્ત્રી ગૌરવ જળવાતું હોય તો ફિલ્મમાં આઇટમ સોંગ સામે મને વાંધો હોતો નથી.

તાજેતરમાં એના પર જાતીય અત્યાચારનો આક્ષેપ કરાયો હતો. જો કે એણે આક્ષેપ કરનારી યુવતી સામે ૧૦૦ કરોડનો બદનામીનો દાવો માંડયો છે. આ આક્ષેપ પાકિસ્તાની ગાયિકા મીશા સફીએ કર્યો હતો.

અલીએ આ કાનૂની કેસ વિશે કશું કહેવાનો ઇનકાર કર્યો હતો. એણે કહ્યું કે મેટર સબજ્યુડીશ (કોર્ટમાં હોવાથી ) મારે એ વિશે કશું કહેવું નથી.

અલીએ કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાને નામે સ્ત્રીના શરીરને એક ચીજ વસ્તુ તરીકે રજૂ કરતી ફિલ્મોમાં હું કામ ન કરું. આઇટમ સોંગ બાબતમાં પણ એવું જ કહી શકાય. નારી ગૌરવ ખંડિત થતું હોય એવું આઇટમ સોંગ મને સ્વીકાર્ય નથી. બાકી ફિલ્મોમાં આઇટમ સોંગ હોય અને એનાથી કથાને વેગ મળવા ઉપરાંત ફિલ્મને વધુ મનોરંજક બનાવી શકાતી હોય તેા મને શો વાંધો હોઇ શકે ? એમ એણે લાહોરથી આપેલા ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. એણે કહ્યું કે માત્ર ગલગલિયાં કરાવવા માટે કે જાતીય ઉશ્કેરાટ ફેલાવવા માટે આવાં ગીતો રખાય એ સામે મને વાંધો છે. 

એણે પોતે પણ જંગલી મ્યુઝિક બેનર હેઠળ એક વિડિયો ક્લીપમાં આઇટમ નંબર ગાયું હતું.

Post Comments