Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોટી ફિલ્મો કરતાં નાની ફિલ્મોમાં સારા રોલ પસંદ કરું છું

-અભિનેત્રી ઝરીન ખાન કહે છે

-રોલ બળકટ હોય તો અદાકાર ઝડપથી હિટ થાય છે

મુંબઇ તા.૧૨

 અભિનેત્રી ઝરીન ખાને કહ્યું હતું કે હું મોટા બજેટની ફિલ્મો કરતાં નાની પણ મને બળકટ રોલ આપે એવી ફિલ્મો વધુ પસંદ કરું છું.

સુપર સ્ટાર સલમાન ખાન સાથે વીર ફિલ્મ કર્યા બાદ હાઉસફૂલ ટુ જેવી સુપરહિટ કોમેડી ફિલ્મ કરનારી ઝરીન ખાને ત્યારબાદ હેટ સ્ટોરી ૩ અને અક્ષર ટુ ફિલ્મો કરી હતી. હાલ એની ૧૯૨૧ ફિલ્મ રજૂ થઇ હતી. એણે કહ્યું કે કારકિર્દીની શરૃઆતમાં મેં કેટલીક મોટી ફિલ્મો કરી હતી. એનાથી મારી કારકિર્દીને કશો લાભ થયો નહોતો. એટલે ત્યારબાદ મેં એવંુ નક્કી કર્યું હતું કે મારે મોટા બેનરની કે મોટા બજેટની ફિલ્મોની બહુ પરવા કરવી નહીં. હાઉસફૂલ ટુ  ભલે સુપરહિટ નીવડી હતી પરંતુ એ મલ્ટિસ્ટાર ફિલ્મ હતી અને હું એમાંના કલાકારોમાં એક હતી એટલે મને વ્યક્તિગત રીતે કશો લાભ થયો નહોતો. ઊલટું મારા વિશે એવી ટકોર કરવામાં આવી હતી કે આ અભિનેત્રી કેટરિના કૈફ જેવી દેખાય છે. ત્યારબાદ મેં નક્કી કર્યું કે ફિલ્મ ભલે નાની હોય પણ મારો રોલ બળકટ હોય એવી ફિલ્મો જ પસંદ કરવી અને એવી ફિલ્મોને વધુ સમય અને શક્તિ ફાળવવા.

Post Comments