Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો રોલ કરવાની કલ્પના પણ નહોતી

-અભિનેતા રાજકુમાર રાવ કહે છે

-મારા માટે આ આજીવન યાદગાર રોલ છે

મુંબઇ તા.૧૫

 ટોચના અભિનેતા નેશનલ એવોર્ડ વિજેતા રાજકુમાર રાવે કહ્યું હતું કે હું આઝાદ હિંદ ફોજના સ્થાપક અને સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો રોલ કરીશ એવું તો મેં કદી સપનેય વિચાર્યું નહોતું.

હાલ બોઝ લાઇવ ઓર ડેડ વેબ સિરિઝમાં રાજકુમાર નેતાજી સુભાષ ચંદ્ર બોઝ તરીકે ચમકી રહ્યો છે. આ વેબ સિરિઝ ટેલિવિઝનની સામ્રાજ્ઞાી ગણાતી એકતા કપૂર બનાવી રહી છે. રાવને પૂછવામાં આવ્યું હતું કે તમે નેતાજીના રોલ માટે કેવીક તૈયારી કરી હતી ? ત્યારે કહ્યું કે માત્ર બાહ્ય પરિવર્તનની વાત કરતાં હો તો મારી નવી હેરકટ અને ચહેરા પરથી તમે કલ્પી શકો છો કે તૈયારી કેવી છે (બોલીને મલકે છે). અન્ય એક સવાલના જવાબમાં એણે કહ્યું કે આ વેબ સિરિઝમાં બોઝના અનેક પાસાં આવરી લેવાનો પ્રયાસ થશે. એક વ્યક્તિ તરીકે સુભાષ ચંદ્ર બોઝ, સ્વાતંત્ર્ય સેનાની તરીકે સુભાષ બોઝ, આઝાદ હિંદ સેનાના સેનાપતિ બોઝ અને વિમાન અકસ્માતમાં માર્યા ગયેલા મનાતા સુભાષ ચંદ્ર બોઝ. આથી વધુ હાલ હું તમને કોઇ માહિતી આપી શકતો નથી. અમને એ માટે પરવાનગી નથી. આ સિરિઝ એમના બાળપણથી શરૃ થઇને ૧૯૪૫ સુધીની કથા ધરાવે છે.

તમને આ સિરિઝ શી રીતે મળી ? એ સવાલના જવાબમાં એણે કહ્યંુ કે એનો યશ એકતા કપૂરને જાય છે. એમણે મારું નામ બીગ સિનર્જી પિપલને સજેસ્ટ કર્યુ ંહતું. એ લોકોએ મારી સાથે વાત કરી અને મારું ઓડિશન લીધું. એમને લાગ્યું કે મારો ચહેરો સુભાષબાબુને ઘણો મળતો આવે છે. જુદા જુદા એંગલથી મારી ફોટોગ્રાફી કરી અને પછી મને પસંદ કર્યો.

Post Comments