Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાત્ર માટે જરૃર હશે તો વજનમાં વધઘટ કરીશ

-અભિનેત્રી સના કપૂર કહે છે

-અંગ પ્રદર્શન કરવામાં હું માનતી નથી

મુંબઇ તા.૧૭

 ટોચના અભિનેતા શાહિદ કપૂરની ઓરમાન બહેન અભિનેત્રી સના કપૂરે કહ્યું હતું કે પાત્રની જરૃરિયાત મુજબ વજન વધારવા ઘટાડવામાં મને વાંધો નથી પરંતુ હું બિનજરૃરી અંગ પ્રદર્શન કરવામાં માનતી નથી.

'એક કલાકાર તરીકે હું મારા શરીરને કલા પ્રસ્તુતિ માટેનું સાધન સમજું છું. પાત્રને રજૂ કરવા માટેની જરૃરિયાત મુજબ વજન વધારવામાં કે ઘટાડવામાં મને કશો વાંધો હોતો નથી. બિનજરૃરી અંગ પ્રદર્શન કરવામાં હું માનતી નથી' એમ સનાએ કહ્યું હતું.

શાહિદ કપૂર સાથે ફિલ્મ શાનદારમાં ચમકી ચૂકેલા સનાએ શાનદારના પાત્ર માટે વજન વધાર્યું હતું. એણે કહ્યું કે દરેકને સર્જનહારે એેક યા બીજા પ્રકારનું શરીર આપેલું છે. કોઇનની અદોદળી કાયા જોઇને એની ઠેકડી ઊડાવવાનો અધિકાર કોઇને હોઇ શકે નહીં. એવું કરવાથી સામી વ્યક્તિનો આત્મવિશ્વાસ ઘટી જાય છે. બોલિવૂડમાં દરેકની સુંદરતાની વ્યાખ્યા જુદી હોય છે. દરેકની ફિગરની વ્યાખ્યા જુદી હોય છે. પરંતુ મને લાગે છે કે ડાયરેક્ટરના મનમાં એના પાત્રની જે કલ્પના હોય એ મુજબ કલાકારે પોતાના શરીરને આકાર આપવાની તૈયારી રાખવી જોઇએ.ઔએણે કહ્યું કે હું નાની હતી ત્યારથી મારા પિતા અભિનેતા પંકજ કપૂરને ફિલ્મો, ટીવી સિરિયલ અને નાટકો એમ ત્રણે માધ્યમમાં કામ કરતાં જોતી હતી. એટલે હું પણ ત્રણે માધ્યમથી પરિચિત છું.

Post Comments