Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આલિયા સાથે કામ કરવા માટે ફિલ્મ સ્વીકારી હતી

-ડિયર જિંદગી અંગે શાહરુખ ખાન કહે છે

-છેલ્લી કેટલીક ફિલ્મો બોક્સ ઑફિસ પર પીટાઇ ગઇ હતી

મુંબઇ તા.૭

બોલિવૂડના બેતાજ બાદશાહનું બિરુદ ધરાવતા ટોચના અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાને કહ્યું હતું કે આલિયા ભટ્ટ સાથે કામ કરવાની તક મળતી હતી એટલે મેં ગૌરી શિંદેની ફિલ્મ ડિયર જિંદગી સ્વીકારી હતી.

બોલિવૂડના બેતાજ બાદશાહનું બિરુદ હોવા છતાં એ હકીકત છે કે શાહરુખ ખાનની છેલ્લી ચાર પાંચ ફિલ્મો બોક્સ ઑફિસ પર પીટાઇ ગઇ હતી જેમાં ચાલુ વર્ષની દિવાળી પર રજૂ થયેલી ઇમ્તિયાઝ અલી નિર્દેશિત ફિલ્મ જબ હેરી મેટ સેજલનો પણ સમાવેશ થયો હતો.

એક ટીવી રિયાલિટી શોમાં શાહરુખ ખાને આલિયાને સંબોધીને કહ્યું, 'મૈંને થોડા સા કામ કિયા હૈ તુમ્હારે સાથ. મૈંને ડિયર જિંદગી મેં ઇસ લિયે કામ કિયા કી મુઝે તુમ્હારે સાથ કામ કરના થા. એઝ એન એક્ટર મુઝે તુમમેં કુછ અજીબ સી હરકત લગતી હૈ. મુઝે ઐસા લગતા હૈ કિ મૈં તુમ્હારે સાથ બૈઠુંગા, બાત કરુંગા, શાયદ એક દો સીન કરુંગા તો તુમ્હારી વો હરકત મુઝમેં આ જાયેગી ઐાર મૈં બેટર એક્ટર બન સકુંગા. ઓનેસ્ટલી, વૈસે ભી બહુત સારે લોગ જો તુમ્હેં જાનતે હૈં, વે યહ બાત માનતે હૈં...'

આલિયા માટે શાહરુખ ખાનની આ નિખાલસ વાત એક અનેરા આશ્ચર્ય સમાન હતી. એ તો શરમાઇને ગોટો વળી જતી હતી કે શાહરુખ એના વખાણ કરી રહ્યો હતો.

Post Comments