Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વૈવિધ્યનું પ્લાનિંગ અગાઉથી કર્યું નહોતું

-ટોચની અભિનેત્રી આલિયા ભટ્ટ કહે છે

-અનાયાસે વિવિધ રોલ મળતા ગયા અને હું કરતી રહી

મુંબઇ તા.૧૭

 ટોચની અભિનેત્રી આલિયા ભટ્ટે કહ્યું હતું કે મેં અભિનય ક્ષેત્રે પ્રવેશ કર્યો ત્યારે એવું કોઇ પ્લાનિંગ કર્યું નહોતું કે મારે વૈવિધ્યપૂર્ણ રોલ્સ કરવા. જેમ જેમ કામ મળતું ગયું તેમ તેમ હું કરતી રહી.

૨૦૧૨માં કરણ જોહરની સ્ટુડન્ટ ઑફ ધી યરથી કારકિર્દીનો આરંભ કરનારી આલિયાએે ઊડતા પંજાબમાં ડ્રગનો શિકાર બનેલી બિહારી શ્રમજીવી મહિલાનો રોલ કર્યો હતો તો ડિયર જિંદગીમાં સાચ્ચા પ્રેમની તલાશમાં ભટકતી યુવતીનો રોલ કર્યો હતો. બદ્રીનાથ કી દૂલ્હનિયાંમાં વૈદેહીનો રોલ કર્યો હતો તો તાજેતરમાં મેઘના ગુલઝારની રાઝીમાં પાકિસ્તાની લશ્કરી અધિકારીને પરણીને ત્યાં ગયા બાદ જાસૂસી કરતી કશ્મીરી યુવતીનો રોલ કર્યો હતો. આમ એના રોલ્સમાં વિવિધતા હતી. એને પૂછવામાં આવ્યું હતું કે તમે વૈવિધ્યનું અગાથી પ્લાનિંગ કરેલું કે કેમ ? આલિયાએ જવાબમાં કહ્યું કે આ સવાલનો જવાબ હા અને ના બંનેમાં આપી શકાય. બાય ડિફોલ્ટ મને જે પ્રકારના રોલ્સ મળતા ગયા એ રીતે હું કામ કરતી ગઇ. એટલે સભાનતાપૂર્વક અથવા પહેલેથી પ્લાન કરીને આમ કર્યું છે એેવું કહી શકાય નહીં.

એણે પોતાની દલીલને સમજાવતાં કહ્યું કે આપણે રોજ દાળ ભાત ખાતાં હોઇએ તો પણ રોજ દાળનો સ્વાદ એક સરખો હોતો નથી. એ જ રીતે એક સરખા રોલ કરીએ તો પણ આપોઆપ દરેક રોલમાં કંઇક તો નવીન આવી જાય.

હાલ આલિયા કરણ જોહરની બે ફિલ્મો કરી રહી છે. એક છે બ્રહ્માસ્ત્ર અને બીજી છે કલંક.

Post Comments