Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સલમાનની ફિલ્મ મળી એટલા પૂરતી હું લક્કી છું

-બાગી ટુની અભિનેત્રી દિશા પટની કહે છે

-ભલે સલમાનની બહેનનો રોલ મળ્યો હોય

મુંબઇ તા.૧૪

અભિનેત્રી દિશા પટનીએ કહ્યુ ંહતું કે મને અલી અબ્બાસ ઝફરની સુપર સ્ટાર સલમાન ખાન અભિનિત ફિલ્મ ભારતમાં તક મળી એ માટે હું મારી જાતને નસીબદાર સમજું છું.

ટાઇગર શ્રોફ સાથેની બાગી ટુ સુુપરહિટ થયા બાદ ટાઇગરને અને દિશાને સારી ઑફર્સ મળતી થઇ હતી. એણે કહ્યું કે કોઇ પણ કલાકારને નિયમિત કામ મળતું રહે એ મહત્ત્વનું હોય છે. કામને કારણે તમે સતત ઓડિયન્સની નજર સામે રહો છો. ભૂલાઇ જતાં નથી.

'ભારતમાં મારો રોલ ભલે સલમાનની બહેનનો હોય, હું સલમાન સાથે થોડાંક દ્રશ્યોમાં દેખાઇશ એટલ પૂરતી ઓડિયન્સ મારી હાજરીની નોંધ તો લેશે' એમ દિશાએ વધુમાં કહ્યું હતું.

તેણે ઉમેર્યું કે તમે સતત સખત મહેનત કરતાં રહો તો વહેલી મોડી તમારા કામની નોંધ લેવાય છે. ભારત ફિલ્મમાં મારો રોલ સર્કસમાં જોવા મળે એવી ટ્રેપેઝ ગર્લનો છે. ફિલ્મનો આ હિસ્સો રાજ કપૂર અને મેરા નામ જોકરને શ્રદ્ધાંજલિ રુપે ઉમેરવામાં આવ્યો છે. રાજ કપૂરે મેરા નામ જોકરમાં લગભગ આખી ફિલ્મ સર્કસ પર બનાવી હતી એમ કહી શકાય.

દિશાએ કહ્યું કે આ રોલ મારો મનગમતો છે કારણ કે હું પોતે પણ ફિટનેસ પ્રેમી છું અને નિયમિત જિમમાં જઇને પરસેવો પાડું છું.  એટલે આ રોલ કરવાની મને મોજ પડશે.

ભારત ફિલ્મ સાઉથ કોરિયન હિટ ફિલ્મ ઓડ ટુ માય ફાધર પરથી બનાવાઇ રહી છે. એમાં સલમાન ખાન દેશભક્તના રોલમાં દેખાશે.

આ ફિલ્મ આવતા વર્ષની ઇદ પર રજૂ થવાની છે.

Post Comments