Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જેકી ચાનની પુત્રી સજાતીય સંબંધો ધરાવે છે ?

-ઇન્સ્ટાગ્રામ પર એણે પોતે વાત રજૂ કરી

-માતાપિતા કે પરિવાર સાથે સંબંધ નથી

લોસ એંજલ્સ/ બીજિંગ/ નવી દિલ્હી તા.૧૨

એશિયાના સુપર સ્ટાર જેકી ચાનની પુત્રી એલ્ટા એનજીએ સોશ્યલ મિડિયા પર પોતે સજાતીય સંબંધ ધરાવતી હોવાનો રહસ્યસ્ફોટ કર્યો હતો.

જો કે એલ્ટા પોતાના માતાપિતા કે પરિવારની સાથે રહેતી નથી. એ થોડાં વરસ પહેલાં પરિવારને છોડી ગઇ હતી. એણે મેઘધનુષ્ય પાર્શ્વભૂમાં હોય એવા ઇમોજી સાથે એક ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો. એણે જરાય શબ્દો ચોર્યા વિના સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે હું સોશ્યલ મિડિયા ઇન્ફ્લ્યુએન્સર એન્ડી ઑટમ સાથે સજાતીય સંબંધો ધરાવું છું.... હું લેસ્બિયન છું.

એણે એવો દાવો કર્યો હતેા કે મને મારા ચાહકો તરફથી મળેલા ઉત્સ્ફૂર્ત પ્રતિભાવ અને આવકારથી હું અવાક્ થઇ ગઇ છું. એ તમામ ચાહકોનો હું જાહેરમાં આભાર માનું છું...હોંગકોંગનું મિડિયા ભલે મારી મજાક ઊડાવે, મને દુનિયાભરમાંથી પીઠબળ અને આવકાર સાંપડયો છે એવો દાવો પણ એણે કર્યો હતો.

આ ઘટના અંગે જેકી ચાન કે એનાં કુટુંબીજનો તરફથી કોઇ પ્રતિસાદ સાંપડયો નહોતો.

Post Comments