Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એકબીજા સાથે કામ નહીં કરવાની વાત સાથે સંમત છું

-સિદ્ધાર્થ રોય કપૂરના વિધાન અંગે વિદ્યા બાલન કહે છે

-લગ્નજીવનમાં તિરાડ પડે એવું ન કરવું જોઇએ

મુંબઇ તા.૧૨

 ટોચની અભિનેત્રી વિદ્યા બાલને કહ્યું હતું કે પતિ-પત્ની બંને એક વ્યવસાયમાં હોય એનો વાંધો નહીં પરંતુ લગ્નજીવન અકબંધ રાખવા બંને સાથે કામ ન કરે એ એકબીજાના હિતમાં છે.

તાજેતરમાં સિદ્ધાર્થ રોય કપૂરે એવું વિધાન કર્યું હતું કે હું મારી ફિલ્મમાં મારા સગ્ગા ભાઇ આદિત્ય કે કુણાલને કે મારી નેશનલ એવોર્ડ વિજેતા પત્ની વિદ્યા બાલનને કદી ચમકાવું નહીં.

એ વિશે પૂછતાં વિદ્યા હસી પડી હતી અને કહ્યું હતું કે આ નિર્ણય વ્યવહારુ અને ડહાપણ ભરેલો છે. બંને સાથે કામ કરીએ અને ધાર્યા મુજબ કામ ન થાય અથવા ફિલ્મ બોેક્સ ઑફિસ પર પીટાઇ જાય તો ઘરમાં વાસણ ખખડવા માંડે અને લગ્નજીવનમાં કડવાશ પ્રવર્તી જાય. એટલે સિદ્ધાર્થે જે વિધાન કર્યું એ મારી પ્રતિભાને ઓછી આંકવા માટે નથી કર્યું પણ વાસ્તવિકતા દર્શાવી છે.

કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડના સભ્ય તરીકે એની પસંદગી થઇ એ માટે એણે આનંદ વ્યક્ત કર્યો હતો.

Post Comments