Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેલ્યુટમાં હીરોઇનનો રોલ નામ પૂરતો હશે

-અવકાશયાત્રી રાકેશ શર્માની બાયો-ફિલ્મ છે

-મહિલા સશક્તિકરણ કા ક્યા હુઆ શાહરુખ ?

મુંબઇ તા.૧૩

એક તરફ બોલિવૂડ સહિત ચોમેર મહિલા સશક્તિકરણની વાતો થાય છે ત્યારે બીજી બાજુ મળેલી માહિતી મુજબ શાહરુખ ખાનની આગામી ફિલ્મ સેલ્યુટમાં હીરોઇનનો રોલ ફક્ત નામ પૂરતો હશે.

આ ફિલ્મ દેશના પ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્માની બાયો-ફિલ્મ છે. અગાઉ આ ફિલ્મ આમિર ખાન કરવાનો હતો પરંતુ પાછળથી તારીખો નથી એવા બહાના હેઠળ એણે ફિલ્મ છોડી દીધી હતી અને શાહરુખનું નામ સૂચવ્યું હતું. શાહરુખે આ ફિલ્મ સ્વીકારી હતી એટલે આમિર ખાન સાથે ચમકનારી પ્રિયંકા ચોપરાના નામ પર ચોકડી મુકાઇ ગઇ હતી. એમ તો કરીના કપૂરનું નામ પણ બોલાયું હતું પરંતુ કરીનાએ સવિનય આ ફિલ્મ નકારી કાઢી હતી.

આ દિશામાં લેટેસ્ટ સમાચાર મુજબ આ ફિલ્મ રાકેશ શર્માની બાયો-ફિલ્મ છે એટલે કે પુરુષ પ્રધાન કથા છે અને એમાં રાકેશે અવકાશયાત્રી તરીકે કેવી તૈયારી કરી વગેરે બાબતો મુખ્ય રહેશે એટલે હીરોઇનનું બહુ મહત્ત્વ રહેતું નથી એવી દલીલ હેઠળ ફિલ્મ સર્જકોએ સ્ક્રીપ્ટ લેખકને હીરોઇનના પાત્રને ટ્રીમ કરીને નવેસર સ્ક્રીપ્ટ મઠારવાનું જણાવ્યું હોવાનું કહેવાય છે. આ સંજોગોમાં કઇ હીરોઇન ફિલ્મ કરવા તૈયાર થાય છે અને ફિલ્મ સર્જક કોને સાઇન કરે છે એ જોવાનું રસપ્રદ થઇ પડશે.

Post Comments