Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હેરિસન ફોર્ડે ટ્રાફિક નિયમન કર્યું

-ન્યૂયોર્કમાં એની કાર ટ્રાફિક જામમાં ફસાઇ હતી

-કેટલાક લોકોએ એને ઓળખી લઇને એનું વિડિયો શૂટિંગ ઊતારી લીધું

ન્યૂયોર્ક તા.૧૪

ઇન્ડિયાના જોન્સ જેવી સંખ્યાબંધ ફિલ્મોથી જગમશહૂર અભિનેતા હેરિસન ફોર્ડે તાજેતરમાં ન્યૂયોર્કના ટ્રાફિક જામનું નિયમન કર્યું હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

ખુદ ફોર્ડની કાર મિડટાઉન ટનલ પાસે ટ્રાફિક જામમાં ફસાઇ જતાં હેરિસન કારમાંથી નીચે ઊતર્યા હતા અને પોતે ટ્રાફિકનું સંચાલન કરવા માંડયા હતા. જો કે ઘણા લોકોએ એમને ઓળખી લીધા હતા અને મોબાઇલ ફોન પર ધડાધડ વિડિયો ઊતારવા માંડયા હતા.

આ વિડિયો ક્લીપમાં ફોર્ડ ચાર રસ્તા પરના જંક્શન પર ઊભા રહીને જે તે માર્ગ તરફની કાર્સને દિશાસૂચન કરતા અને જરૃર પડયે બૂમ પાડીને સૂચના આપતા નજરે પડયા હતા.

હાલ ફોર્ડ બ્લેડ રનર ૪૯ ફિલ્મ કરી રહ્યા છે. એક મહિલાએ હરખથી ચીસ પાડીને પૂછ્યું હતું કે એ જ છે કે ? ત્યારે એક પુરુષે જવાબ આપ્યો હતો કે હા, ઇન્ડિયાના જોન્સ પોતે ટ્રાફિક કન્ટ્રોલ કરી રહ્યા છે.

Post Comments