Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હેપ્પી બર્થ ડે ટુ યુ આમિર ખાન...

-મિસ્ટર પરફેક્શનિસ્ટ આજે ૫૩ વર્ષના થયા

-પહેલીવાર બર્થ ડે પર દેશમાં હાજર નથી

મુંબઇ તા.૧૪

બોલિવૂડમંા મિસ્ટર પરફેક્શનિસ્ટના નામે જાણીતા અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાનનોે આજે બર્થ ડે છે. હેપ્પી બર્થ ડે ટુ યુ આમિર...આજે આમિર 53 વર્ષનો થયો.

દર વર્ષે પોતાના બર્થ ડે પર મિડિયાને મળતો આમિર આજે દેશમાં હાજર નથી એટલે મિડિયાને નહીં મળી શકે. આમિર યશ રાજની વિજય કૃષ્ણ આચાર્ય નિર્દેશિત ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાનના શૂટિંગ માટે પરદેશમાં છે.

ચીનમાં એેક પછી એક ત્રણેક ફિલ્મોએ બોક્સ ઑફિસ પર ટંકશાળ જમાવ્યા બાદ હવે આમિર હોલિવૂડમાં ગયા વગર ઇન્ટરનેશનલ સ્ટાર બની ગયો છે.  લગભગ અઢી ત્રણ દાયકા પહેલાં કયામત સે કયામતથી અભિનય કારકિર્દી શરૃ કરનારા આમિરે પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન ટોચના કલાકારોને અદેખાઇ આવે એવી સિદ્ધિ પણ મેળવી છે. એની કેટલીક ફિલ્મોએ રીતસર ચીલો ચાતર્યો હતો. એવી ફિલ્મોમાં સરફરોસ, લગાન, થ્રી ઇડિયટ્સ, દંગલ અને આજકાલ ચીનમાં તહલકો મચાવી રહેલી સિક્રેટ સુપરસ્ટારનો સમાવેશ કરી શકાય.

હાલ આમિર પહેલીવાર મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથે ઠગ્સ ઑફ હિન્દુસ્તોનમાં ચમકી રહ્યો છે. એ માત્ર આ ફિલ્મમાં અભિનય નથી કરતો દરેક દ્રશ્ય પરફેક્ટ થાય એવો આગ્રહ પણ રાખે છે. તાજેતરમાં કેટરિનાના એક ડાન્સ અંગે એણે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને ફરી આ ડાન્સ લેવામાં આવે એવો પણ આગ્રહ રાખ્યો હતો.એ જ રીતે ફિલ્મના કેટલાક ફોટોગ્રાફ્સ લીક થઇ જતાં સેટ પર મોબાઇલ ફોન લાવવા પર પ્રતિબંધનો આગ્રહ પણ આમિરે રાખ્યો હતો જે નિર્માતા અને નિર્દેશક બંનેએ મંજૂર રાખ્યો હતો.

સત્યમેવ જયતે દ્વારા આમિરે કેટલાક મહત્ત્વના સામાજિક મુદ્દા પણ ઊઠાવ્યા હતા. મહારાષ્ટ્રના દુકાળગ્રસ્ત વિસ્તારોમાં લોકોને પીવાનું તેમજ સિંચાઇનું પાણી મળી રહે એ માટે પણ એણે ઝુંબેશ ચલાવી હતી.

Post Comments