Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટીવી કલાકાર અમિત ટંડનની પૂર્વ પત્ની દુબઇની જેલમાં સજા કાપે છે

- અભિનેતા રૃબીથી છૂટો થઇ ગયો હોવા છતાં તેની મદદે દુબઇ ગયો હતો

મુંબઇ,તા.૧૨

ટચૂકડા પડદાના કલાકાર અમિત ટંડનને હાલ ભાગ્ય સાથ નથી આપી રહ્યું. પત્ની સાથે છૂટાછેડા લઇ લીધા હોવા બાદ પણ તેને હજી તેના તરફથી મુશ્કેલીઓ આવી રહી છે. અમિતની ભૂતપૂર્વ પત્ની રૃબી હાલ દુબઇમાં કારાવાસ ભોગવી રહી છે તેમજ તેની ઉદ્ધત વર્તણૂકને કારણે તેને જમાનત પણ નથી મળતી.

અમિતની ભૂતપૂર્વ પત્ની રૃબી ટંડન એક ડર્મેટોલોજિસ્ટ છે અને તેને દુબઇની પોલીસે એક ગંભીર ગુના બદલ ધરપકડ કરી છે. રૃબી પર વિવિધ આરોપ લગાડવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયાના એક પોર્ટલની વાત માનીએ તો રૃબી પર સરકારી ઓફિસરો સાથે ઉદ્ધત વર્તણૂક કરવાનો આરોપ છે. રૃબીએ આ આફિસરોને ધમકી પણ આપી હોવાનું કહેવાય છે. પરિણામે રૃબીની જમાનત અરજી પણ રદ કરવામાં આવી છે.

અમિત ટંડને ભૂતપૂર્વ પત્ની પ્રત્યે સહાનુભૂતિ દાખવીને મદદ માટે દુબઇ પણ ગયો હતો. ઉલ્લેખનીય છે કે  બન્નેના લગ્ન ૧૦ વરસ પહેલા થયા હતા અને તેમને એક સાત વરસની પુત્રી પણ છે. અમિત ટંડન દિલ દે કે દેખો,ક્યોંકિ સાસ ભી કભી બહુ તેમજ અન્ય સિરીયલોમાં દેખાયો હતો.

Post Comments