Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પોતાના સ્વભાવની વિરુદ્ધ વરુણે હા પાડી

-સામાન્ય રીતે સેલ્ફીઘેલા ચાહકો પર નારાજ થઇ જાય છે

-આ વખતે એણે એક ફેનને હા પાડીને ખુશ કરી દીધો

મુંબઇ તા.૧૩

સામાન્ય રીતે સેલ્ફીઘેલા ફેન્સને જોઇને સહેલાઇથી ઉશ્કેરાઇ જતા ટોચના અભિનેતા વરુણ ધવને તાજેતરમાં પોતાના સ્વભાવની વિરુદ્ધ જઇને એક ફેનને રાજીખુશીથી સેલ્ફી લેવા દીધી હતી.

વરુણ પોતાની આગામી ફિલ્મના ડાયરેક્ટર શૂજિત સરકારને મળવા ગયો હતો. બંને વચ્ચે મિટિંગ ચાલુ હતી એ દરમિયાન કેટલાક યુવાનોને ખબર પડી ગઇ કે આ કાર વરુણ ધવનની છે અને એ અહીં આવ્યો છે.

એટલે જ્યારે મિટિંગ પૂરી થઇ અને વરુણ બહાર આવ્યો ત્યારે એના ચાહકોની ભીડ થઇ ગઇ. ધડાધડ મોબાઇલ કેમેરા ક્લીક કરવા માંડયા. કેટલાક ઉત્સાહી યુવાનો સેલ્ફી લેવા આગળ ધસ્યા. એક ફેનને વરુણે માર્ગ આપવાનું કહ્યું એટલે એ ખસી ગયો.પાછળથી વરુણનો વિચાર પલટો થતાં એણે એ યુવાનને બોલાવીને સેલ્ફી લેવા દીધી. આજકાલ મોટે ભાગે કલાકારો પોતાના બોડીગાર્ડઝ્ વિના બહાર નીકળતા નથી પરંતુ ક્યારેક આવું બની જતું હોય છે. વરુણે ઉદારતા દેખાડી.

ગયા વખતે બાઇક પરના ફેનને સેલ્ફી લેવા માટે વરુણે પોતાની કારમાંથી ડોકું કાઢ્યું ત્યારે મુંબઇના ટ્રાફિક પોલીસ સાથે એની જામી પડી હતી એ તમને યાદ હશે.

Post Comments