Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુશાંતની જેમ જ્હૉને પણ ફિલ્મ છોડી દીધી

-રોમિયો અકબર વોલ્ટર ફિલ્મ ફરી સંકટમાં

-જો કે જ્હૉને સબળ કારણ આપ્યું છે

મુંબઇ તા.૧૭

અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતે રોમિયો અકબર વોલ્ટર (રૉ) ફિલ્મ છોડી દીધી એ પછી તરત એના સ્થાને જ્હૉન અબ્રાહમને લેવામાં આવ્યો હતો. પરંતુ લેટેસ્ટ સમાચાર એવા છે કે હવે જ્હૉને પણ રૉ ફિલ્મ છોડી દીધી હતી.

આમ તો ક્રી અર્જ એન્ટરટેઇનમેન્ટ સાથે જ્હૉનનો કાનૂની જંગ શરૃ થઇ ચૂક્યો છે. ક્રી અર્જની પ્રેરણા અરોરા સાથેનો છેડો જ્હૉને પરમાણુ ફિલ્મ બાબતમાં ફાડી નાખ્યો ત્યારથી બંને વચ્ચે ખેંચતાણ શરૃ થઇ હતી.

જો કે જ્હૉને આ ફિલ્મ છોડી દેવાનંુ પોતાની રીતે વાજબી કારણ આપ્યું હતું. એણે કહ્યું કે રૉની વાર્તા મેઘના ગુલઝારની ફિલ્મ રાઝી જેવીજ છે એટલે એમાં મૌલિકતા કે નવાઇ રહી નથી. માટે હું આ ફિલ્મ છોડી દઉં છું. જ્હૉને કહ્યું કે મેં ફિલ્મનું ટ્રેલર જોયું ત્યારે મારા ખ્યાલમાં આવ્યુ ંહતું કે વીકી કૌશલ અને આલિયા ભટ્ટને ચમકાવતી મેઘના ગુલઝારની ફિલ્મ રાઝીની કથા પણ આવી જ છે એટલે કે બંને વચ્ચે ઘણી સમાનતા છે. પરિણામે મને રસ ન રહ્યો.

ફિલ્મ સર્જકે સ્ક્રીપ્ટમાં ફેરફાર કરાવવાની તૈયારી દાખવી પરંતુ જ્હૉનને ત્યારબાદ બહુ રસ પડયો નહીં અને એણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી. જ્હૉને કહ્યું કે મુખ્ય સ્ટોરીલાઇન તો પહેલાં જેવી જ છે. એમાં કોઇ મોટો ફેરફાર થયો નથી.

હાલ આ પ્રોજેક્ટને કામચલાઉ ધોરણે પડતો મૂકવામાં આવ્યો હોવાનું કહેવાય છે.

Post Comments