Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિન્દી મિડિયમ ૧૦૦ કરોડના આંકને વટાવી ગઇ

-ઓછા બજેટની અને અલગ વિષયની વાત લાવી હતી

-ઇરફાન ખાન અને સબા કમરે મુખ્ય રોલ કર્યા

મુંબઇ તા.૧૯

 પોતાના સંતાનોને અંગ્રેજી મિડિયમની સ્કૂલોમાં ભણાવવાની માબાપોની ઘેલછાના પગલે દેશની વિવિધ ભાષાની સ્કૂલો  બંધ થઇ રહી હોવાના વિષય પર બનેલી હળવી ફિલ્મ હિન્દી મિડિયમે બોક્સ ઑફિસ પર ૧૦૦ કરોડનો આંક વટાવ્યો હોવાની માહિતી મળી હતી.

આમ આ ઑફ બીટ કહેવાય એવી ફિલ્મ હન્ડ્રેડ કરોડની ક્લબમાં પ્રવેશી ગઇ હતી. ઇરફાન ખાન અને પાકિસ્તાની અભિનેત્રી સબા કમરે આ ફિલ્મમાં મુખ્ય રોલ કર્યો હતો. ચાલુ વરસે ૧૦૦ કરોડની આવક રળી હોય એવી બોલિવૂડની આ પાંચમી ફિલ્મ હતી.

બોલિવૂડહંગામાના એક રિપોર્ટ મુજબ આ ફિલ્મે ઘરઆંગણે ૯૦.૨૯ કરોડની અને આંતરરાષ્ટ્રીય બજારમાં ૧૨.૩૫ની કમાણી નોંધાવતાં એની વિશ્વવ્યાપી કમાણી ૧૦૨.૬૪ કરોડની થઇ હતી.  આ ફિલ્મ ખાસ ઓડિયન્સ માટેની હોવાથી માત્ર ૧૨૦૦ સ્ક્રીન પર રજૂ થઇ હતી. પરંતુ ફિલ્મ સર્જકે ધાર્યા કરતાં પણ એને સરસ આવકાર સાંપડયો હતો.

હવે ઇરફાન એની હોલિવૂડની આગામી ફિલ્મ પઝલના શૂટિંગમાં બીઝી થઇ જશે.

Post Comments