Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુશાંતસિંહ રાજપૂતે આઇફા મુદ્દે ટિપ્પણી કરતાં ટ્રોલ કરાયો

મુંબઇ,્તા.૧૭
સુશાંતસિંહ રાજપૂતે આઇફા એવોર્ડ ઇવેન્ટમાં આ વખતે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. જોકે સુશાંતના એક ટ્વિટથી તે સોશયલ મીડિયા પર ટ્રોલ થયો છે. તેના નજીકના સૂત્રે તેનો બચાવ કરીને તેની સ્પષ્ટતા પણ કરી છે.
વાત એમ બની છે કે, બેસ્ટ એકટરનો આઇફા એવોર્ડ આ વખતે શાહિદ કપૂર 'ઉડતા પંજાબમા તેના બેસ્ટ અભિનય માટે મેળવી ગયો છે. સુશાંતનું નામ ફિલ્મ ' એમ એસ ધોની ઃ ધ અનટોલ્ડ સ્ટોરી  માટે નોમિનેટ થયું હોવાથી તેને આ એવોર્ડ  મળવાની આશા હતી. પરંતુ આ એવોર્ડ માટે શાહિદનું નામ ્બોલાયું હતું.  આ પછી સુશાંતે ટ્વિટર પર ' આઇફા હાહાહા એવું ટ્વિટ કર્યુ હતું. બસ તેના આ એક ટ્વિટથી સોશયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો.લોકોએ એવું માની લીધું હતું કે સુશાંતને એવોર્ડ ન મળવાથી તેણે આવું ટ્વિટ કર્યું છે.  આ પછી તો તે ટ્રોલ થવા લાગ્યો હતો. કેટલાયે તેના માટે પણ ટીપ્પણી કરી હતી. આ રમત લાંબી ચાલી હતી.
પરંતુ સુશાંતના નજીકના સૂત્રે તેનો બચાવ કરતાં જણાવ્યુ હતું કે, '' સુશાંતના આ ટ્વિટને એવોર્ડ સાથે કાંઇ લાગતુંવળગતું નથી. તેણે ફક્ત પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેને તો એવોર્ડની ઇવેન્ટ દરમિયાન  પરફોર્મ કરવાની પણ મજા આવી હતી. સુશાંતને એવોર્ડ ન મળવાથી કોઇ ખેદ નથી. તે એક એકટર તરીકે સુરક્ષિત છે.

Post Comments