Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રિટી ઝિંટા એક પાગલ મહિલાની ભૂમિકા ભજવતી જોવા મળશે

- નીરજ પાઠકની આ ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત અમિષા પટેલ પણ હશે

મુંબઇ,તા.૧૮
 
બોલીવૂડ કલાકારો અભિનયથી લાંબો સમય સુધી દૂર રહી શકતા નથી. વિદેશી યુવક સાથે સંસાર માંડયા પછી પણ પ્રિટીને બોલીવૂડ 'મિસ થઇ રહ્યું છે. તે 'ભૈયાજી  સુપરહિટ ફિલ્મમાં પાગલ મહિલાના પાત્રમાં  નજરે ચડશે.
પ્રિટીએ આ વાતની જાણકારી હાલમાં જ સોશયલ મીડિયા પર આપી હતી. તેણે જણાવ્યું હતું કે હું જલદી જ એક પાગલ મહિલાના રોલમાં જોવા મળીશ. નીરજ પાઠકની આ ફિલ્મમાં સની દેઓલ ઉપરાંત અમિષા પટેલ પણ હશે.
પ્રિટીએ ૨૦૦૪માં શાહરૃખ સાથે વીરઝારા નામની ફિલ્મ કરી હતી. પોતાના બહેતરીન અભિનયથી તેણે દર્શકોના દિલ જીતી લીધા હતા. હવે પ્રિટી ભૈયાજી  સુપર હિટફિલ્મમાં નજરે ચડશે. પ્રિટી જલદી જ પોતાની મેકઅપ લાઇન પણ લોન્ચ કરવાની છે. પ્રિટી પોતાના આ પાગલ મહિલાના પાત્ર માટે 'એકસ્ટાઇટેડ હોવાનું કહ્યું હતું.

Post Comments