Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઇમાં નવું ઘર ખરીદવાના મારી પાસે પૈસા નથી : સલમાન ખાન

- ફોર્બ્સના ટોપ ૧૦૦ એક્ટર્સની યાદીમાં સામેલ હોવા છતાં દબંગે લાચારી દાખવી

મુંબઇ, તા.૧૫

તાજેતરમાં  એક ઇન્ટરવ્યુમાં સલમાન ખાને પોતાની પાસે મુંબઇમાં ઘર ખરીદવા પૈસા ન હોવાની વાત કરી હતી. જે સાંભળીને લોકોને આંચકો લાગી ગયો છે. ફોર્બ્સના ટોપ ૧૦૦ એકટર્સની યાદીમાં સામેલ થયેલા દબંગ ખાન આવી વાત પ્રશંસકોને નવાઇ લાગી છે.

એક ઇન્ટરવ્યુ દરમિયાન સલમાન ખાનને તેના જીવનમાં પૈસા કેટલા મહત્વના છે તેવો પ્રશ્ર પુછ્યો હતો. 'બજરંગી ભાઇજાને' રમૂજમાં કહ્યું હતું કે મને એ જ ખબર નથી પડતી કે મારું નામ આ યાદીમાં કઇ રીતે સામેલ કરવામાં આવ્યું છે. 

ઘણા લોકો પાસે મારા કરતાં પણ વધુ પૈસા છે. હું તો હજી સુધી મુંબઇમાં એક ઘરનો માલિક પણ નથી બની શક્યો. મને મુંબઇમાં ઘર લેવાની ઇચ્છા થાય ત્યારે મને થોડા લાખ ઓછા પડે છે જે પછીથી તેની કિંમત કરોડો થઇ જાય છે. ''

અભિનેતાએ થોડા દિવસો પહેલા એવી વાત કરી હતી કે તે જે હાલ ગેલેકેસી અપાર્ટમેન્ટમાં રહે છે તેને કદી છોડશે નહીં. એ ઘર અને સ્થાન સાથે તે લાગણીથી જોડાયેલો છે. તેનું બાળપણ ત્યાંજ વીત્યું હોવાથી તે એ ઘર છોડીને ક્યાંય જવાનો નથી.

Post Comments