Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોલિવૂડના જાણીતા કલાકાર-દિગ્દર્શક સતીષ કૌશિકની ૬૧મે વર્ષે નવી ઈનિંગ

- ૧૫૦થી વધુ ફિલ્મોમાં અભિનય, ૧૫ ફિલ્મોનું દિગ્દર્શન કર્યા પછી હવે 'પેન ઈન્ડિયા લિ.'નાં બોર્ડ ઓફ ડિરે

મુંબઈ, તા.૧૭
એક સફળ નિર્માતા, એક સફળ દિગ્દર્શક અને એક સફળ હાસ્ય કલાકાર તરીકે બોલીવૂડમાં અનેરી નામના ધરાવનારા સતીષ કૌશિકે હવે નવી કારકિર્દીની શરૃઆત કરી છે. ૬૧ વર્ષની ઉંમરે નવી કારકિર્દીની શરૃઆત કરવી એ અનોખો વિક્રમ જ કહી શકાય અને આ વિક્રમમાં સહભાગી બન્યા છે જયંતિલાલ ગડા અને તેમની કંપની પેન ઈન્ડિયા લિ.
રૃપ કી રાની ચોરોં કા રાજા, હમ આપકે દિલ મેં રહતે હૈ, હમારા દિલ આપકે પાસ હૈ, મુજે કુછ કહના હૈ, બધાઈ હો બધાઈ, તેરે નામ જેવી અનેક ફિલ્મોના સફળ દિગ્દર્શક અને ૧૯૮૩થી અભિનય કારકિર્દીમાં સક્રિય એવા સતીષ કૌશિકે એક કલાકાર તરીકે ૧૫૦ કરતાં વધુ ફિલ્મો કરી છે.
'પેન ઈન્ડિયા લિ.' હવે કોર્પોરેટ હાઉસ બની ગયું છે અને તેમની સતત આગેકૂચ જારી છે ત્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સતીષ કૌશિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક કલાકાર, એક નિર્માતા અને એક દિગ્દર્શક તરીકેના સતીષ કૌશિકના અનુભવનો લાભ પેન ઈન્ડિયા લિ.ને મળશે અને સતીષ કૌશિકની પણ એક નવી કારકિર્દીની શરૃઆત થઈ રહી છે.
પેન ઈન્ડિયા લિ. ટૂંક સમયમાં જ હિન્દી, ગુજરાતી અને દક્ષિણની ફિલ્મો સાથે ૧૦ ફિલ્મો લઈને આવી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તેનો આઈપીઓ પણ આવી રહ્યો છે, ત્યારે વધુ સારી ફિલ્મો અને વધુ સારા નિર્માણ સાથે ત્રાટકવા તે તૈયાર છે અને તેમાં બોલીવૂડના માંધાતા એવા સતીષ કૌશિકનો 'બોર્ડ ઓફ ડિરેક્ટર્સ'માં સમાવેશ થતાં પેન ઇન્ડિયા લિ. હરણફાળ ભરવા તૈયાર છે.
ટી.વી. સિરિયલોના નિર્માણમાં 'પેન ઇન્ડિયા લિ.'ને બોલીવૂડના ખૂબ જ નામાંકિત એવા દિગ્દર્શક મહેશ ભટ્ટનો સાથ મળ્યો જ છે અને તેમની દોરવણી હેઠળ 'ઉડાન' અને 'નામકરણ' જેવી સિરિયલો ધૂમ મચાવી જ રહી છે. મહેશ ભટ્ટનો પેન ઈન્ડિયા લિ.ના 'એડવાઈઝરી બોર્ડ'માં સમાવેશ કરાયો છે અને સતીષ કૌશિકનો 'બોર્ડ ઓફ ડિરેક્ટર્સ'માં સમાવેશ કરાયો છે.

Post Comments