Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતની ગણતરી વિકાસશીલ દેશમાં થતી હોવાનો અમિતાભને ખેદ

- પીઢ અભિનેતાને પોતાનો દેશ વિકસિત રાષ્ટ્ર તરીકે ઓળખાય તેવી આશા

મુંબઇ,તા.૧૭
ભારતને વિકાસશીલ દેશોની શ્રેણી (થર્ડ વલ્ડ કન્ટ્રી)માં રાખવાથી  મનદુઃખ થયું છે. તેેણે આશા વ્યક્ત કરી છે કે એ દિવસો હવે દૂર નથી કે ભારત વિકાસશીલ શ્રેણીમાં ન રહેતા એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઓળખાય.
અભિનેતાએ શનિવારે રાતના પોતાના બ્લોગ પર લખ્યું હતું કે,'' દુનિયાએ એક વધુ બ્રહ્માંડનું નિર્માણ કર્યું છે. જેમ કે કાલે ભારતીયઆં  અંતરિક્ષ વિજ્ઞાાનિકોએ એક આકાશગંગાની શોધ કરી છે.તેઓ માને છે કે આ આકાશગંગા સૂર્ય કરતા કદમાં અનેક ગણો મોટો છે. તેનું નામ તેમણે સરસ્વતી રાખ્યું છે. આ પહેલા આવી શોધ કદી થઇ નથી. ખરેખર આ પ્રશંસાને લાયક કાર્ય છે.
તેમણે વધુમાં લખ્યું હતું કે, '' ભારત વિકાસશીલ દેશ...ત્રીજી શ્રેણીનો દેશ ? બહુ નવાઇ લાગે છે. આ સાંભળવું તકલીફદાયક છે.
 વિશ્વાસ અને પ્રાર્થના છે કે આવનારા સમયમાં આપણે વિકાસશીલ નહીં પરંતુ વિકસિત થઇ જશું અને આપણા દેશની ગણના ત્રીજાથી આગળ વધી પ્રથમ થઇ જાય. આકાશગંગાનું નામ સરસ્વતી રાખવાથી પણ બિગ બી ખુશ થયા છે. તેમણે લખ્યું છે કે 'જ્ઞાાનની દેવીનું નામ રાખીને તેમણે દેશને ગર્વ અપાવ્યો છે.

Post Comments