Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિશાનું નસીબ ઊઘડયું, સલમાનની ફિલ્મ મળી

-અલી અબ્બાસ ઝફરે ભારત માટે સાઇન કરી

-બાગી ટુ પછી અપસેટ હતી કે મારી કદર ન થઇ

મુંબઇ તા.૧૭

 અભિનેત્રી દિશા પટણીને સુપર સ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ ભારત માટે સાઇન કરવામાં આવી હોવાની માહિતી મળી હતી.

ટાઇગર શ્રોફ સાથે કરેલી બાગી ટુ ફિલ્મ સુપરહિટ નીવડી ત્યારબાદ દિશાએ હૈયાબળાપો કાઢતાં કહેલું કે આ ફિલ્મ હિટ નીવડી એેમાં મારો પણ ફાળો છે. પરંતુ બધો યશ ટાઇગરને અપાય છે. મારી કદર થતી નથી. કેટલેક અંશે આ વાત સાચી હતી. બાગી ટુ હિટ નીવડતાં તરત ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરે પોતાની સ્ટુડન્ટ ઑફ ધી યર ટુ માટે ટાઇગરને સાઇન કરી લીધો હતો. બીજી બાજુ દિશા એકલી પડી ગઇ હતી. જો કે ટાઇગર અને દિશા વચ્ચે અફેર હોવાની વાતો પણ વહેતી થઇ હતી.

હવે મળેલી માહિતી મુજબ અલી અબ્બાસ ઝફરે સલમાન ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી પોતાની ફિલ્મ ભારત માટે દિશાને સાઇન કરી હતી. જો કે દિશા કયો રોલ કરશે એની સ્પષ્ટતા હજુ કરવામાં આવી નથી. આમ તો ભારત ફિલ્મ માટે ટોચની અભિનેત્રી પ્રિયંકા ચોપરાનું નામ બોલાયું હતું. એટલે દિશાના રોલ વિશે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી કંઇ કહી શકાય નહીં. જો કે સલમાન ખાનની ફ્લ્મિ કરવા મળે એ પણ ઓછું આશ્વાસન નથી.

Post Comments