Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દીપિકા કક્કડ સસુરાલ સિમર કા છોડે છે

-છેક ૨૦૧૧થી મુખ્ય રોલ કરતી હતી

-અગાઉ હીના ખાને સિરિયલ પડતી મૂકી હતી

મુંબઇ તા. ૧૨

ટીવી સિરિયલોની મુખ્ય હીરોઇનો પોતાની હિટ ટીવી સિરિયલને રામ રામ કરી રહી હોય એવા કિસ્સા વધતા ચાલ્યા છે. યહ રિશ્તા ક્યા કહલાતા હૈની હીરોઇન હીના ખાને સિરિયલ પડતી મૂકી એ સમાચાર તાજા છે ત્યાં સસુરાલ સિમર કાની હીરોઇન દીપિકા કક્કડે આ સિરિયલ છોડી દીધી હોવાની માહિતી મળી હતી.

એર હોસ્ટેસ મટીને ટીવી અભિનેત્રી બનેલી દીપિકા છેક ૨૦૧૧થી સસુરાલ સિમર કા સિરિયલ કરી રહી હતી. કેટલાક સાવ ઇલ્લોજિકલ (અતાર્કિક ) પલટા સિરિયલમાં આવ્યા તેમ છતાં એણે આ સિરિયલ ત્યજી નહોતી. આમતો એ ૨૦૧૪માં જ સિરિયલ છોડી દેવાની હતંી પરંતુ એને સહકલાકારોે સમજાવી લીધી હતી.

લેટેસ્ટ માહિતી મુજબ એણે ત્રણેક મહિના અગાઉ સિરિયલ મેકરને નોટિસ મોકલી આપી હતી કે હું આ સિરિયલ છોડી રહી છું. હાલ એ નોટિસ પિરિયડ પૂરો કરવા કામ કરી રહી હોવાની માહિતી મળી હતી. છેલ્લાં પાંચેક વર્ષથી એણે પોતાનો રોલ એટલી સરસ રીતે રજૂ કર્યો હતો કે એને લોકો એના મૂળ નામને બદલે સિમરન ભારદ્વાજ તરીકેજ ઓળખતા થઇ ગયા હતા. આ રોલે એને જબ્બર લોકચાહના મેળવી આપી હતી.

Post Comments