Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દીપિકા રણવીરની જોડીએ બોક્સ ઓફિસ પર એક નવો રેકોર્ડ કર્યો

- આ જોડીએ અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મો સાથે કરી છે જેની કમાણી સૌથી વધુ રહી છે

મુંબઇ,તા.૧૪ ફેબ્રુઆરી 2018, બુધવાર

દીપિકા પદુકોણ અને રણવીર સિંહની જોડી બોક્સ ઓફિસ પર ટંકશાળ સમાન સાબિત થઇ છે. આ જોડીએ અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મો કરી છે જેની કમાણી સૌથી વધુ રહી છે અને ત્રીજી ફિલ્મ પદમાવત તો હજી ધમાલ મચાવી રહી છે.
દીપિકા અને રણવીરે અત્યાર સુધીમાં રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદમાવતમાં સાથે કામ કર્યું છે. આ જોડીએ ભલે હજી સુધી ફક્ત ત્રણ જ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, પરંતુ તેમની દરેક ફિલ્મની કમાણી અઢળક રહી છે.

ગોલિયોં કી રાસલીલા રામલીલા ફિલ્મ ૨૦૧૩માં  રીલિઝ થઇ હતી અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મે રૃા. ૧૧૬.૬૩ કરોડ કમાઇ આપ્યા હતા. જ્યારે બાજીરાવ મસ્તાનીએ રૃા. ૧૮૪.૩ કરોડનો વ્વસાય કર્યો પદમાવતે હજી સુધી રૃા. ૨૮૭ કરોડની કમાણી કરી છે અને હજી ફિલ્મ ધમાલ મચાવી રહી છે. આ ત્રણેય ફિલ્મોનો કુલ ટોટલ કરવામાં આવે તો રૃા. ૫૮૩.૦૩ કરોડ થાય છે. આ આંકડો હજી વધવાની શક્યતા છે.

Post Comments