Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દીપિકા અને રણવીર યશ રાજની ફિલ્મ કરશે

-અગાઉ સંજય લીલા ભણસાલીની એક સાથે ત્રણ ફિલ્મો કરી હતી.

-મનીષ શર્મા ડાયરેક્ટર તરીકે પસંદ કરાયા છે

મુંબઇ તા.૧૬

 સુપરહિટ જોડી દીપિકા પાદુકોણ અને રણવીર સિંઘ નજીકના ભવિષ્યમાં પ્રતિષ્ઠિત બેનર યશ રાજની એક ફિલ્મ કરશે એવી માહિતી મળી હતી.

અત્યાર અગાઉ આ બંનેએ લાગલાગટ સંજય લીલા ભણસાલીની એક પછી એક ત્રણેક ફિલ્મ કરી હતી જે ત્રણે સુપરહિટ નીવડી હતી. રામલીલાઃ ગોલિયોં કી રાસલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત.

તાજેતરમાં એવી વાતો પણ વહેતી થઇ હતી કે ૨૦૧૮ના ડિસેંબરમાં આ બંને કલાકોર પરણી જશે. રણવીરે ૨૦૧૩થી દીપિકા સાથે અફેર ચાલી રહ્યો હોવાની ઔપચારિક જાહેરાત પણ કરી હતી. પરંતુ એણે એવી સ્પષ્ટતા કરી કે ચાલુ વરસે તો અમને પરણવાનો સમય મળે એવું લાગતું નથી. અમે બંને બીઝી છીએ.

રણવીર હાલ કરણ જોહર-રોહિત શેટ્ટીની સિમ્બા અને ઝોયા અખ્તરની ગલી બૉય કરી રહ્યો છે. દીપિકા પાસે વિશાલ ભારદ્વાજની એક માત્ર ફિલ્મ સપના દીદી છે જે ઇરફાન ખાનની ગંભીર બીમારીના પગલે હાલ મોકૂફ રહી છે. ચાલુ વરસે દીપિકાની એક પણ ફિલ્મ રજૂ થવાની નથી.

યશ રાજની ફિલ્મનું નિર્દેશન મનીષ શર્મા કરશે એવી માહિતી પણ મિડિયાને આપવામાં આવી હતી.

Post Comments