Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોર્ટ કેસના કારણે દબંગ થ્રી મોડી રજૂ થશે ?

-હાલ સલમાન સૌથી બીઝી કલાકાર છે

-કોર્ટ કેસના કારણે ફિલ્મો લંબાઇ જવાની શક્યતા છે

મુંબઇ તા.૧૬

 સુપર સ્ટાર સલમાન ખાનની હિટ સિરિઝ દબંગની ત્રીજી કડી મૂળ યોજના કરતાં લંબાઇ જાય એવી શક્યતા હોવાની માહિતી મળી હતી.

સલમાનની નિકટનાં સૂત્રોએ જણાવ્યા મુજબ હાલ સલમાન સામે ૧૯૯૮માં કરેલા કાળિયારના કહેવાતા ગેરકાયદે શિકારનો કેસ જોધપુરની કોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં સલમાને કોર્ટના આદેશ મુજબ અવારનવાર હાજરી આપવા જવું પડશે. હાલ સલમાન પાસે ત્રણ મોટી ફિલ્મો છે- રેસ થ્રી, ટાઇગર જિંદા હૈ ફેમ ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરની ભારત અને સલમાનની પોતાની સુપરહિટ સિરિઝ દબંગની ત્રીજી કડી.

આ ત્રણમંા રેસ થ્રી તો પૂરી થવા આવી છે અને મંગળવારે એનું ટ્રેલર રિલિઝ કરાયું હતું. આ ફિલ્મ ચાલુ વર્ષની ઇદ પર રજૂ કરવાની સલમાનની યોજના છે. બીજી ફિલ્મ અલી અબ્બાસ ઝફરની ભારત શરૃ થઇને આ વર્ષની આખર સુધીમાં પૂરી કરવાની અલીની યોજના છે. પરંતુ ખરો સવાલ ત્રીજી ફિલ્મનો છે. એ ફિલ્મ એટલે સલમાનની પોતાની દબંગ થ્રી. આ સિરિઝની પહેલી બે કડીનું ડાયરેક્શન સલમાનના ભાઇ અભિનેતા અરબાઝ ખાને કર્યું હતું. પરંતુ ત્રીજી કડીનું ડાયરેક્શન સલમાને રેમો ડિસોઝાને સોંપ્યંુ છે. આ દિશામાં લેટેસ્ટ માહિતી મુજબ સલમાને પોતાની સામેના કોર્ટ કેસને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ આવતા વરસે રજૂ કરવાનો મનોમન નિર્ણય કરી લીધો હતો એટલે ફિલ્મ આ વર્ષના ઉત્તરાર્ધમાં ફ્લોર પર જવાની શક્યતા છે. એ આવતા વર્ષના આરંભ સુધીમાં પૂર્ણ થાય તો આવતા વરસે સ્વાતંત્ર્ય દિને એને રજૂ કરવામાં આવશે. જો આ યોજના અમલમાં મૂકાય તો દબંગ થ્રી રણબીર કપૂર અને આલિયા ભટ્ટની બ્રહ્માસ્ત્ર સાથે બોક્સ ઑફિસ પર ટકરાશે.

અગાઉની યોજના એવી હતી કે આ વર્ષની આખરમાં ફિલ્મ રજૂ કરવી. એવું થયું હોત તો શાહરુખ ખાનની ઝીરો અથવા રણવીર સિંઘની સિમ્બા સાથે એનો ક્લેશ થયો હોત.

Post Comments