Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પેટ્ટી જેન્કિન્સ જ સિક્વલનું ડાયરેક્શન સંભાળશે

-સુપરહિટ ફિલ્મ વન્ડર વૂમનની સિક્વલની તૈયારી શરૃ થઇ

-સહલેખિકા અને ડાયરેક્ટર તરીકે પસંદગી થઇ

લોસ એંજલ્સ તા.૧૩

 મહિલાને સુપર વૂમન તરીકે રજૂ કરતી વોર્નર બ્રધર્સની સુપર ડુપર હિટ નીવડેલી ફિલ્મ વન્ડર વૂમનની સિક્વલના ડાયરેક્ટર તરીકે ઓરિજિનલ ફિલ્મની મહિલા ડાયરેક્ટર પેટ્ટી જેન્કિન્સની જ પસંદગી થઇ હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

આ ફિલ્મે વોર્નર બ્રધર્સની અગાઉની તમામ સુપરહીરો ફિલ્મો કરતાં વધુ આવક કરીને મહિલાઓ પુરુષ કલાકારો કરતાં જરાય ઊતરતી નથી એવું સાબિત કરી બતાવ્યું હતું. આ વર્ષના જુલાઇમાં રજૂ થયેલી વન્ડર વૂમને બોક્સ ઑફિસ પર ૮૦૦ મિલિયન ડૉલર્સનો ધીકતો ધંધો કર્યો હતો. 

સિક્વલમાં પેટ્ટી સ્ક્રીપ્ટ લેખિકા, સહનિર્માત્રી અને ડાયરેક્ટર એમ ત્રણ ત્રણ જવાબદારી સંભાળશે એવું હોલિવૂડ રિપોર્ટરના એક અહેવાલમાં જણાવાયું હતું.

સિક્વલને ૨૦૧૯ના ડિસેંબરની ૧૩મીએ રજૂ કરવાની ફિલ્મ સર્જકોની ધારણા છે એમ પણ આ અહેવાલમાં જણાવાયું હતું. જો કે હાલ સ્ટારકાસ્ટ અને અન્ય વિગતો જાહેર કરાઇ નથી.

Post Comments