Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ધ રિધમ સેક્શન માટે બ્લેક લાઇવલીને સાઇન કરાઇ

- સિક્રેટ સર્વિસ એજન્ટની જોરદાર થ્રીલર છે

-માર્ક બર્નેલની હિટ નવલકથા પરથી બની રહી છે

લોસ એંજલ્સ તા.૧૭

 ધ શેલોઝ ફિલ્મથી સ્ટાર ગણાતી થયેલી બ્લેક લાઇવલીને ધ રિધમ સેક્શન ફિલ્મ માટે સાઇન કરાઇ હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

હોલિવૂડ રિપોર્ટરના એક અહેવાલ મુજબ માર્ક બર્નેલની ચાર સળંગ નવલકથામાં વર્ણવાયેલી સિક્રેટ સર્વિસ એજન્ટની એક્શન ભરપુર થ્રીલર કથા પરથી આ ફિલ્મી રૃપાંતર બની રહ્યું છે.

બ્રિટિશ સિક્રેટ સર્વિસ એજન્ટ જેમ્સ બોન્ડની છેલ્લી આઠ ફિલ્મ બનાવનારા સર્જકો બાર્બરા બ્રોકોલી અને માઇકલ જી વિલ્સન આયમ ગ્લોબલની સાથે મળીને આ ફિલ્મ બનાવી રહ્યા છે.

આ કથામાં સ્ટેફાની પેટ્રિકની વાત છે. જે વિમાનમાં એ પોતે પ્રવાસ કરવાની હતી તેમાં એ જઇ ન શકી પરંતુ એનો પરિવાર ગયો. પ્લેન ક્રેશમાં એનો આખોય પરિવાર માર્યો ગયો. એને ખબર પડી કે આ કોઇ અકસ્માત નહોતો પરંતુ એક આયોજિત ષડયંત્ર હતું એટલે એ તપાસ કરવા નીકળે છે એવી કથા છે.

Post Comments