Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એક અફવાને કારણે અશોક કુમારને અભિનેતા બનવું પડ્યુ હતુ

- એક્ટર નહોતા બન્યા એ પહેલા ફિલ્મોમાં ટેકનીશિયનનુ કામ કરતા

- પોતાના જન્મદીવસે જ ભાઇનુ મોત થયુ હોવાથી જન્મદીવસ મનાવવાનું છોડી દીધુ

મુંબઇ તા. 13 ઓક્ટોબર 2017, શુક્રવાર

ભારતીય ફિલ્મ જગતમાં સૌપ્રથમવાર હિરોની ભુમિકા ભજવનાર અશોક કુમારનો આજે જન્મ દીવસ છે. અશોક કુમારનો જન્મ 13 ઓક્ટોબર 1911 માં થયો હતો અને 13 ઓક્ટોબરે તેમના ભાઇ અને મશહુર ગાયક કિશોર કુમારની પુણ્યતીથી પણ છે. પોતાના જન્મદીવસ પર ભાઈનુ મોત થવાથી અશોક કુમારે પોતાનો જન્મદીવસની ઉજવણી કરવાનું છોડી દીધુ હતુ.

જાણો અશોક કુમારના જીવનની કેટલીક રસપ્રદ વાતો

- અશોક કુમારની એક્ટર બનવાની કહાની ખૂબ રસપ્રદ છે. અશોક કુમાર એક્ટર ન હતા એ પહેલા ફિલ્મોમાં ટેકનીશિયનનુ કામ કરતા હતા. આ સમયગાળામાં મશહુર નિર્માતા અને ડિરેક્ટર હિમાંશુ રોય 'જીવન નૈયા' નામની ફિલ્મ બનાવી રહ્યાં હતા. જો કે એવી અફવા ફેલાઈ કે ફિલ્મનાં એક્ટર હુસૈનનુ હિમાંશુની પત્ની દેવીકા રાણી જે ફિલ્મની હિરોઇન પણ હતી. તેની સાથે અફેર છે. અફેરની વાત સાંભળી નારાજ થયેલા હિમાંશુએ હુસૈનને ફિલ્મમાંથી દૂર કરી અશોક કુમારને હિરો બનવવાનુ નક્કી કર્યું. જો કે અશોક કુમારે હિરો બનવાની ના પાડી દીધી છતાં હિંમાશુ ન માન્યા અને અશોક કુમારને આ ફિલ્મમાં એક્ટર બનવુ પડ્યુ અને ત્યારથી અશોક કુમારે એક્ટીંગની શરૂઆત કરી.

- જ્યારે રાજ કપૂરના લગ્ન થયા એ સમયગાળામાં અશોક કુમાર વધારે ફેમસ થયા ન હતા. જોકે જ્યારે લગ્ન શરૂ હતા એ દરમિયાન કોઇક બુમ પાડી કે અશોક કુમાર આવ્યા જેથી રાજકપુરની દુલ્હન કૃષ્ણાએ પોતાનો ઘુંઘટ હટાવી દીધો. આ ઘટના બાદ રાજ કપૂર પોતાની પત્નીથી કેટલાય દિવસ નારાજ રહ્યાં હતા.

- આ ઉપરાંત ઘણા ઓછો લોકો જાણતા હશે કે શોલે ફિલ્મના કો-રાઇટર સલીમ ખાનની પહેલી ફિલ્મ પણ અશોક કુમારે જ ખરીદી હતી.

- મશહુર એક્ટર શમ્મી કપૂરે એક વખત પાન મસાલાના વિજ્ઞાપનમાં કામ કર્યુ હતુ. આ કામ એટલા માટે કર્યુ હતુ કારણ કે તેમાં અશોક કુમાર પણ હતા. જેથી રાજ કપૂર શમ્મી કપૂર પર ખૂબ ગુસ્સે થયા હતા.


લેટેસ્ટ સમચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

https://twitter.com/gujratsamachar

http://bit.ly/Gujaratsamachar

Post Comments